Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલ નર્સિંગ કર્મચારીગણ દ્વારા ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી

જી.જી. હોસ્પિટલ નર્સિંગ કર્મચારીગણ દ્વારા ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી

- Advertisement -

ભારતે ઇતિહાસ રચ્યો. ચંદ્રયાન-3ની સફળતાપૂર્વક લેન્ડીંગની અદ્ભૂત અને ઐતિહાસિક જવલંત સફળતાની ક્ષણો લગભગ દરેક ભારતવાસી માટે ગૌરવ લેવાની ક્ષણ હતી. ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પણ આ સફળતાની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલ નર્સિંગ કર્મચારીગણ દ્વારા ચંદ્રયાન-3ની સફળતાપૂર્વક લેન્ડીંગની અદ્ભૂત અને ઐતિહાસિક જવલંત સફળતાની ક્ષણોની ઉજવણી કરવામાં આવી હતી. ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ના નારા સાથે નસિર્ંગ કર્મચારીઓએ આ ઐતિહાસિક સફળતાને વધાવતા ભારત દેશનો જય ઘોષ કર્યો હતો. તેમજ ટીમ ઇસરો અને તમામ દેશવાસીઓને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતાં.

ભારતની યશકલગીમાં એક વધુ સ્વર્ણ સોપાન ઉમેરવા અને ચાંદ પર રાષ્ટ્રધ્વજ લહેરાવી દરેક ભારતીયને ગર્વ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમજ ઇસરોની ટીમનો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular