કાલાવડમાં જૂના ગ્રેઇન માર્કેટ રોડ ઉપર આવેલા જ્વેલર્સને ત્યાં દાગીનાની ખરીદી કરવા આવેલા જાણીતા શખ્સે રૂપિયા 17,59,530ની કિંમતના સોનાના દાગીના ઘરે પત્નીને બતાવવા માટે લઇ જઇ વિશ્ર્વાસઘાત કર્યાના બનાવમાં એલસીબીની ટીમે બે શખ્સોને રૂા. 17.59 લાખના દાગીના અને મુદ્ામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ રાજકોટમાં પ્રહલાદ પ્લોટ, ધન્વન્તરી માર્ગ પર રહેતાં મિતેશભાઇ ગિરીશભાઇ કડેચા (ઉ.વ.32) નામના વેપારી યુવાનની કાલાવડમાં જૂના ગ્રેઇન માર્કેટ રોડ ઉપર આવેલા શ્રીજી જ્વેલર્સ નામની દુકાનમાં ગત્ તા. 17 જુલાઇના રોજ બપોરે એક વાગ્યાના અરસામાં કાલાવડના ભગવતીપરામાં રહેતો સાગર મહેતા નામનો શખ્સ દાગીનાની ખરીદી કરવા માટે આવ્યો હતો. જ્યાં સાગરે જ્વેલર્સ મિતેશભાઇ પાસેથી રૂપિયા 1,53,770ની કિંમતનો 10 ગ્રામ 390 મિલીગ્રામ વજનનો સોનાનો ચેઇન, રૂા. 2,35,318ની કિંમતનો 15 ગ્રામ 900 મિલીગ્રામ વજનનો સોનાનો ચેઇન તથા રૂા. 1,62,651ની કિંમતનો 10 ગ્રામ 990 મિલીગ્રામ વજનનો સોનાનો ચેઇન તથા રૂા. 2,07,791ની કિંમતનું પુરૂષનું 14 ગ્રામ 040 મિલિગ્રામનું બ્રેસલેટ મળી કુલ 51 ગ્રામ 320 મિલીગ્રામના સોનાના ત્રણ ચેઇન અને બ્રેસલેટ સહિત કુલ રૂા. 7,59,530ની કિંમતના સોનાના દાગીના તેની પત્નીને બતાવવા માટે લઇ ગયા બાદ હજી સુધી પરત કર્યાં ન હતાં.
View this post on Instagram
છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતના બનાવમાં એલસીબીના ક્રિપાલસિંહ જાડેજા, સુમિતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે જામનગરના ઠેબા ચોકડી નજીકથી સુરેશ કાનજી ઠાકર (ઉ.વ.46, ધંધો : જમીન લે-વેચ, રહે. મૂળ હાબોડી, કલ્યાણપુર, દ્વારકા હાલ ભાવનગર), જયદિશ અમૃતલાલ ભટ્ટ (ઉ.વ.39, ધંધો : મજૂરી, રહે. ગોકુલનગર, જામનગર) નામના બે શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂપિયા 2,07,791નું સોનાનું 14 ગ્રામ 200 મિલીનું બ્રેસલેટ, રૂા. 2,35,318નો સોનાનો ચેઇન, રૂા. 1,62,651નો સોનાનો ચેઇન, રૂા. 1,53,770નો સોનાનો ચેઇન, રૂા. 2,04,000ની કિંમતનો સોનાનો ચેઇન, રૂા. 3.70 લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર, રૂા. 1,57,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર, રૂા. 2,92,000ની કિંમતનો સોનાનો ચેઇન સહિતના સોનાના કુલ 120 ગ્રામ, 18 મિલી વજનના દાગીના તથા રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન તથા રૂા. 40 હજારની કિંમતનું જીજે10 સીએફ 8463 નંબરનું બાઇક મળી કુલ રૂા. 17,59,530નો મુદામાલ કબ્જે કરી બન્નેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં બન્ને વિરૂદ્ધ ઉપલેટામાં એક ગુનો અને કાલાવડનો એક ગુનો નોંધાયો હોવાનું ખુલ્યુ હતું


