Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરના અલિયા ગામમાંથી વર્લીબાજ ઝબ્બે

જામનગરના અલિયા ગામમાંથી વર્લીબાજ ઝબ્બે

- Advertisement -

જામનગર તાલુકાના અલિયા ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જુગાર રમાડતા શખ્સને પોલીસે 10,300ની રોકડ સહિત 15,300ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામમાં નદીકિનારે આવેલા હબિબ નગરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરી જુગાર રમાડતાં કાસમ સતાર ગોરી નામના શખ્સને પીએસઆઇ બી.એસ.વાળા સહિતના સ્ટાફે રેડ દરમિયાન રૂા.10,300ની રોકડ અને 5000ની કિંમતનો મોબાઇલ તથા વર્લીના આંકડા લખેલી સ્લીપ મળી કુલ રૂા.15,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પુછપરછ હાથ ધરતાં જામનગરના સંજય રામચંદ્ર જગડાલે પાસે આંકડા લખાવતો હોવાની કેફિયતના આધારે પોલીસે સંજયની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular