વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ) જામનગર દ્વારા પરમ પૂજય 108 શ્રી વ્રજરાજકુમારજીના મંગલ સાંનિધ્યમાં જામનગર શહેરના પટેલ સમાજ રણજીતનગર ખાતે ભવ્ય હોલી રસિયા ફુલફાગ મહોત્સવ યોજાયો હતો. સાંસદ અને રઘુવંશી અગ્રણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
હોરી ખેલુંગી શ્યામસંગ જાપ સખીરી ભાગ્યન્તે ફાગુન આયો રે..પુષ્ટીમાર્ગમાં શ્રીકૃષ્ણ વિરહની આ ભાવ હવેલી સંપ્રદાયના અષ્ટસખા કિર્તનકારોના ભક્તિ પદોમાં અદભૂત રીતે જોવા મળે છે જેને આપણે હોરી ધમાર રસિયા તરીકે જાણીએ છીએ. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ) જામનગર દ્વારા હોલી રસિયા ફુલફાગ મહોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે હાલાર સાંસદ પૂનમબેન માડમ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના મહાનુભાવો અને અસંખ્ય વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રસંગ યોજાયો હતોા. આ તકે પધારેલા પરમ પૂજય 108 શ્રી વ્રજરાજકુમારજીના આર્શિવચનનો સર્વે વૈષ્ણવોએ લાભ લીધો હતો. અને નવા વરાયેલા સભ્યોનો પ્રતિજ્ઞા લીધી હતી અને વ્રજરાજકુમારજીને ફુલથી રસિયા ખેલાવ્યા હતાં. બાવાશ્રી દ્વારા ઉપસ્થિત વૈષ્ણવો સાથે હોલી ધમાલ રસિયા યોજાયા હતાં. આ પ્રસંગે જીતુભાઈ લાલ દ્વારા પણ સંસ્થાની માહિતી આપી હતી. અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને સર્વે વૈષ્ણવોએ હોલી ધમાલ રસિયાનો લાભ લીધો હતો.


