Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરઇંધણમાં 15 દિવસમાં 9.20 રૂપિયા વધ્યા, જાણો જામનગરમાં શું છે ભાવ

ઇંધણમાં 15 દિવસમાં 9.20 રૂપિયા વધ્યા, જાણો જામનગરમાં શું છે ભાવ

- Advertisement -

દિવાળી અને હોળી વચ્ચે પેટ્રોલના ભાવમાં વધારો થયો ન હતો. પરંતુ  છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ 9.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા રોજે પેટ્રોલ ડીઝલના ભાવમાં 80 પૈસા જેટલો વધારો કરવામાં આવી રહ્યો છે અને સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે. માત્ર બે અઠવાડિયામાં જ પેટ્રોલના ભાવમાં 9 રૂપિયા થી પણ વધુનો વધારો થયો છે.

- Advertisement -

જામનગરમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં 79પૈસા અને ડીઝલમાં 82 પૈસાના વધારા સાથે આજે જામનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 104.22 અને ડીઝલના ભાવ રૂ. 98.54 થયા છે. સતત વધી રહેલા ઇંધણના ભાવના પરિણામે વાહનચાલકો મુશેકલીમાં મુકાયા છે. મધ્યમવર્ગના લોકો પણ ઇંધણ સહીત અન્ય ચીજવસ્તુઓના ભાવના વધારાના પરિણામે મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 માર્ચ વધારો થઇ રહ્યો છે.ત્યાર ગુજરાતમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર હતું. જે આજે 104.22 રૂપિયા પ્રતિ લિટર અને 98.54 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular