જોડિયા તાલુકાના પતારીયા ગામની સીમમાં ગેરકાયદેસર પથ્થરનું ખનન થતું હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ ખાણખનિજ વિભાગના સ્ટાફ સાથે રેઈડ દરમિયાન બે શખ્સોને રૂા.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ રૂા.5.30 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
દરોડાની વિગત મુજબ, જોડિયા તાલુકાના પતારીયા ગામની સીમમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની એસઓજીના દિનેશ સાગઠીયા, રમેશ ચાવડા, અનિરૂધ્ધસિંહ ઝાલા અને વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ અને ખાણખનિજ વિભાગના કર્મચારીઓએ સંયુકત રેઈડ દરમિયાન હિતેશ વિઠ્ઠલ વડાલિયા, નાસીર કરીમ દાવડા (રહે. ઠેબા) સુરેશ ડાયા ચૌહાણ નામના ત્રણ શખ્સો દ્વારા બે જેસીબી મશીનો દ્વારા પથ્થરની ખાણમાંથી પથ્થરો કાઢી ટ્રકમાં ભરીને લઇ જતા ઝડપી લઇ પોલીસે બે જેસીબી અને એક ટ્રક મળી કુલ રૂા.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અને ખાણ ખનિજ વિભાગે આ પથ્થર ચોરીમાં રૂા.5,30,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.