Sunday, May 26, 2024
Homeરાષ્ટ્રીયકેરળ પર દુષ્કાળના ઓળાં

કેરળ પર દુષ્કાળના ઓળાં

અત્યાર સુધીમાં સીઝનનો માત્ર 50 ટકા વરસાદ : ઓગસ્ટમાં સાવ ધબડકો : 254 મીલીમીટર સામે માત્ર 25 મીલીમીટર વરસાદ નોંધાયો : જળાશયોમાં પણ પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે

- Advertisement -

દક્ષિણમાં ચોમાસું 8 જૂને કેરળના કિનારે પહોંચ્યું હતું, પરંતુ ત્યારથી ચોમાસાની પ્રગતિ નિરાશાજનક રહી છે અને રાજય દુષ્કાળના ભયનો સામનો કરી રહ્યું છે. રાજયમાં 8મી જૂને પ્રથમ વરસાદ પડ્યા બાદ રાજયમાં છેલ્લા અઢી મહિનાથી સંતાકૂકડીનો ખેલ ચાલી રહ્યો છે. અહીં જૂનથી મધ્ય ઓગસ્ટ સુધીમાં મહત્તમ વરસાદ થાય છે, જે 2023માં ઘણો ઓછો રહ્યો છે.

- Advertisement -

હવામાન વિભાગના આંકડા મુજબ 1 જૂનથી 15 ઓગસ્ટ સુધીમાં રાજયમાં સરેરાશ 1556 મિલીમીટર વરસાદ નોંધાયો છે, પરંતુ આ વર્ષે માત્ર 877.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદમાં 44 ટકાનો ઘટાડો થયો છે. જૂનમાં વરસાદની કમી હતી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજયમાં 60 ટકાનો ઘટાડો થયો હતો, જયારે જુલાઈમાં વરસાદ સારો હતો અને માત્ર 9 ટકા ઘટાડો હતો. જો કે ઓગસ્ટમાં સ્થિતિ વધુ ખરાબ છે કારણ કે રાજયના ઘણા વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ પડ્યો નથી.કેરળમાં 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી સામાન્ય 254.6 મિલીમીટરને બદલે માત્ર 25.1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આમ લગભગ 90 ટકા વરસાદની ઉણપ હતી. કેરળમાં વરસાદ સામાન્ય રીતે ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ હોય છે જે મલયાલમ મહિનો ‘કાર્કિદકમ’ છે અને આયુર્વેદ સારવાર માટે યોગ્ય છે. જો કે વરસાદના અભાવે રાજયમાં મોટા પાયે દુષ્કાળનો ખતરો છે.

ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજયમાં આગામી 15 દિવસ સુધી વરસાદ નહીં પડે, જેના કારણે દુષ્કાળની શક્યતા વધી ગઈ છે. સપ્ટેમ્બરમાં પણ સ્થિતિ સારી નથી કારણ કે આ મહિનામાં રાજયમાં સામાન્ય રીતે ખૂબ ઓછો વરસાદ પડે છે. જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાના ચોમાસાના સમયગાળા દરમિયાન અહીં સરેરાશ 2018.7 મિલીમીટર વરસાદ પડે છે, જેમાંથી સપ્ટેમ્બરમાં માત્ર 13 ટકા વરસાદ પડે છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જૂનથી ઓગસ્ટ સુધીના વરસાદની અછત સપ્ટેમ્બરમાં વરસાદથી ભરાય તેવી શક્યતા નથી.

- Advertisement -

રાજયના ડેમોમાં પાણીનું સ્તર પણ ચિંતાજનક રીતે નીચા સ્તરે છે અને કેરળ રાજય વિદ્યુત બોર્ડ દ્વારા સંચાલિત જળાશયો સંગ્રહ ક્ષમતાના માત્ર 37 ટકા ધરાવે છે. ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજય પાણીની અછત અને વીજ કાપની શક્યતાઓ પર ધ્યાન આપી રહ્યું છે. બહારનાસ્ત્રોતોમાંથી ઊંચા ભાવે વીજળી ખરીદવાની યોજના છે.આઇએમડી અનુસાર 1901થી રાજયમાં માત્ર 14 વખત ઓછો વરસાદ થયો છે અને છેલ્લે આવું 2016માં બન્યું હતું. અલ-નીનો અસરને ઓછા વરસાદનું મુખ્ય કારણ માનવામાં આવે છે અને બ્યુરો ઓફ મીટીરોલોજી, ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, દરિયાની સપાટીનું તાપમાન અલ-નીનોની મર્યાદાને ઓળંગી રહ્યું છે, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય પેસિફિકમાં. આબોહવા મોડેલો સૂચવે છે કે એસએસટી જાન્યુઆરી 2024 સુધી અલ નીનો થ્રેશોલ્ડને વટાવવાનું ચાલુ રાખી શકે છે.હવામાન નિષ્ણાતો આગામી દિવસોમાં ઇન્ડિયન ઓશન ડિપ્લો સકારાત્મક રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે અને અલ-નીનો અસર ઓછી થઈ શકે છે, જેના કારણે રાજયમાં વરસાદ સાથે હવામાન સામાન્ય રહેશે. જો કે આઇઓડી હજુ પણ તટસ્થ છે જેના કારણે આગામી થોડા અઠવાડિયા સુધી રાજયમાં વરસાદની અછત રહેશે. સામાન્ય કરતાં ઓછો વરસાદ અને પેસિફિક ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં અલ-નીનો પરિબળ અને દરિયાની સપાટીના તાપમાનમાં વધારો થવાને કારણે રાજય દુષ્કાળના ભયનો સામનો કરી રહ્યું છે. કેરળ સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજય તેના ડાંગર અને અન્ય પાક માટે મુખ્યત્વે દક્ષિણપશ્ચિમ ચોમાસા પર નિર્ભર છે અને જો વરસાદ ઓછો થશે તો રાજયમાં ડાંગરની ખેતીને અસર થશે. પલક્કડ અને કાસરગોડમાં પાકને નુકસાન થવાનું જોખમ વધુ છે અને ઘણા ખેડૂતો બોરવેલના પાણીનો ઉપયોગ કરીને તેમના ડાંગરના ખેતરોને પાણી આપી રહ્યા છે. રાષ્ટ્રીય હવામાન એજન્સીમાંથી નિવૃત્ત ડો. આર.કે. રાજીવે કહ્યું, રાજય હાલમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં છે અને ભારે વરસાદને કારણે વર્તમાન નુકસાનને વસૂલવાની શક્યતા બહુ નિરૂતિ નથી. અમે સપ્ટેમ્બરમાં વરસાદની અપેક્ષા રાખીએ છીએ અને તે જોવાનું બાકી છે કે તે પેસિફિક ક્ષેત્રમાં વર્તમાન હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેટલું અસરકારક રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular