Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારડાયપર કંપનીના ડીલર તરીકે ઓળખ આપી વેપારી સાથે છેતરપિંડી

ડાયપર કંપનીના ડીલર તરીકે ઓળખ આપી વેપારી સાથે છેતરપિંડી

કલ્યાણપુરના વેપારી સાથે 71 હજારની છેતરપિંડી : સાયબર ક્રાઇમ સેલ પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

કલ્યાણપુરમાં રહેતા એક બ્રાહ્મણ વેપારીને ફોન પર એક શખ્સે પોતાને એક ડાયપર કંપનીના ડીલર તરીકેની ઓળખ આપી અને વિશ્વાસમાં લીધા બાદ ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે રૂા.71,000 જેટલી રકમ મેળવીને ઠગાઈ કરવા અંગેની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુરની મેઈન બજાર વિસ્તારમાં રહેતા અને વિવિધ ચીજ વસ્તુઓની દુકાન ધરાવતા સંદીપભાઈ ગુણવંતરાય અત્રી નામના 42 વર્ષના બ્રાહ્મણ યુવાનને થોડા દિવસ પૂર્વે તેમના મોબાઈલ નંબર ઉપર ***** 22536 નંબર ઉપર ફોન આવ્યો હતો જેના વોટ્સએપ નંબર ***** 34792 પર સામે છેડે બોલતી વ્યક્તિએ પોતાની ઓળખ અંકિત મોદી હોવાનું અને તેણે એક ડાયપર કંપનીના ડીલર તરીકેની ઓળખ આપી અને તેના ડીલરશીપ આપવા માટેની વાત કરી વિશ્વાસમાં લીધા હતા.

આ પછી માલ મોકલી આપવામાં આવશે તેમ જણાવી અને માલનું જુદા-જુદા નામ તથા એકાઉન્ટ નંબર વિગેરે સાથેનું બિલ તેમણે મોકલી આપ્યું હતું. ફોન પર ડીલર તરીકેની ઓળખ આપતા શખ્સે પોતાનો ક્યુ.આર. કોડ મોકલી અને કલ્યાણપુરના વેપારી સંદીપભાઈ અત્રી પાસે રૂપિયા 71,168 નું અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવી લીધું હતું. આ પછી આરોપી શખ્સે માલ નહીં મોકલી અને ચોક્કસ નંબર ઉપરથી ભાટીયા ડાઈપર હાઉસ વાળા તરીકે ખોટી ઓળખ આપી અને ખોટો ઓર્ડર લખાવીને બાદમાં વેપારી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હોવાનું જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ચોક્કસ મોબાઈલ નંબર તેમજ ચોક્કસ વોટ્સએપ નંબર ધરાવતા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 406, 420, 467 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સાયબાર ક્રાઈમ સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular