- Advertisement -
ખંભાળિયા પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત સર્વેલન્સ સ્ટાફના હેમતભાઈ નંદાણીયા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા નાથાભાઈ ડગરા નામના એક શખ્સની વાડીના શેઢે જુગાર દરોડો પાડી, આ સ્થળે જાહેરમાં જુગાર રમી રહેલા નાથા ભીમાભાઈ ડગરા, વલ્લભ નારણભાઈ વાવણોટિયા, જેન્તી દાનાભાઈ કરમુર અને લખુ વાલાભાઈ મેઘવાર નામના ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 25,400 રોકડા તથા રૂપિયા 15 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા એક લાખની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂ. 1,40,400 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. કે.એન. ઠાકરીયા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ દિલીપસિંહ જાડેજા અને કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -