જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસ વિસ્તારમાં રીક્ષા લઇને જતા યુવક સાથે બોલાચાલી કરી મહિલા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી ઢીકાપાટુનો માર તથા લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસ વિસ્તારમાં રહેતો પ્રશાંત ખીમજીભાઈ વાઘેલા નામનો યુવક રવિવારે સાંજના સમયે જૂના રેલવે સ્ટેશન પાસેથી તેની રીક્ષામાં જતો હતો ત્યારે સોમીબેન કરશન ચૌહાણ, નારણ કરશન ચૌહાણ, જેન્તી કરશન ચૌહાણ તથા શોભનાબેન દિનેશ ચૌહાણ નામના ચાર શખ્સોએ એકસંપ કરી યુવકને આંતરીને બોલાચાલી તથા ગાળાગાળી કરી હતી. આ બોલાચાલી દરમિયાન લાકડાના ધોકા વડે યુવકને માથામાં તથા વાંસાના ભાગે હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી રોડ પર પડેલી ઈંટો દ્વારા ગાલ પર અને કપાળના ભાગે તથા કાનના પાછળના ભાગે મુંઢ ઈજાઓ કરી મારી નાખવાની ધમકી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો ટી.કે. તાયાણી તથા સ્ટાફે બે મહિલા સહિ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


