વડોદરાના ભાયલી વિસ્તારમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. આ વિસ્તારમાં ચેકિંગ પોઇન્ટ પર જીઆરડીના જવાનોને ફરજ સોંપવામાં આવે છે. આ વિસ્તારમાં રાત્રીના સમયે ઘણી લારીઓ પેક કરીને લારી માલિકો ઘરે જતાં રહે છે. જીઆરડીના જવાનોએ રાત્રીના સમયે આ લારીઓ પૈકી ફળની એક લારી માંથી ફળો ચોરી લીધાં હોવાનો આક્ષેપ અતુલ ચુનારા નામના લારી માલિકે લગાવ્યો હતો.
ત્યારબાદ આ મામલો આગળ વધ્યો હતો. શરૂઆતમાં જીઆરડીના જવાનોએ ફળોની ચોરી કર્યાનો ઇન્કાર કર્યો હતો. તે પછી પણ લારી માલિક ટસનોમસ થયો ન હતો. તેને પોતાની વાત પકડી રાખી અને ફરિયાદ નોંધાવવા જીઆરડી જવાનોને ચિમકી આપી.ત્યારબાદ લારી માલિકે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં એમ જણાવવામાં આવ્યું છે કે, આ જીઆરડી જવાનોએ મારી લારીમાંથી રૂા.3900ના ફળો ચોરી લીધાં હતા. ત્યારબાદ ફરીયાદ નોંધાવવાની ચિમકી આપ્યા પછી જીઆરડી જવાનોએ ફળો ચોરિયાની કબૂલાત આપી છે અને રૂા. 3900ના ફળોની ચોરી પેટે જીઆરડી જવાનોએ લારી માલિકને રૂા.3500 ચૂકવવા પડયા છે. જોકે તે પછી પણ જીઆરડી જવાનોને પાઠ ભણાવવા માટે લારી માલિકે એફઆઇઆર દાખલ કરાવી છે. આ ચાર જીઆરડી જવાનોના નામ વિશાલ રોહિત, રાજુ રોહિત, હિતેશ મહેરિયા અને સંજય પરમાર છે. આ ચાર શખ્સો વિરૂધ્ધ વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે.