દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આજે પાંચમી પુણ્યતિથિ નિમિતે તેમના સમાધિસ્થાન ‘સદૈવ અટલ’ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશ માટે અટલ બિહારી વાજપેયીના યોગદાનને યાદ કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ ધનખડ, ગૃહમંત્રી અમિત શાહ તેમજ રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.