ભારત સરકારના યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા માન્યતા પ્રાપ્ત ફિઝીકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, શારીરિક શિક્ષણ અને રમતગમત માટે દેશભરમાં કાર્ય કરતી એક રાષ્ટ્રીય સંસ્થા છે. તાજેતરમાં તેના ગુજરાત ચેપ્ટરનું ગઠન કરવામાં આવ્યું છે. પેફી ગુજરાતના અધ્યક્ષ ડો. અર્જુનસિંહ રાણા ની અધ્યક્ષતામાં નવી કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં રાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રમાં મેડલ વિજેતા અને બહોળો અનુભવ ધરાવતા વ્યક્તિઓની સભ્યોની પસંદગી કરવામાં આવી છે. કમિટીમાં ઉપાધ્યક્ષ અક્ષય યાદવ, ઉપાધ્યક્ષ ડો. ગોપાલ જોશી, મંત્રી ડો.આકાશ ગોહિલ, સહમંત્રી વિકાશ અગ્રવાલ, સહમંત્રી ડો. મનીષ ત્રિવેદી, ખજાનચી દુષ્યંતસિંહ ઝાલા, સભ્ય મનીષ દવે, ચીલ્કા જૈન, હેતસ્વી સોમાણી, પ્રીતિ પટેલ, રાજ્ય પ્રતિનિધિ જન્મેનજયસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.
આ અવસરે ડો. પિયુષ જૈને(પેફી- રાષ્ટ્રીય અધ્યક્ષ) જણાવ્યું હતું કે આ સંગઠન દ્વારા શારીરિક શિક્ષણ અને રમતગમતના પ્રચાર પ્રસાર માટે કામ કરવામાં આવે છે. જેના થકી એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. ભારતર્વષ નો દરેક ઘર, દરેક વ્યક્તિ શારીરિક અને માનસિક સ્વસ્થ હોય હોવો જોઈએ. તેમને નવા નિમાયેલા દરેક સભ્યને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પેફી ગુજરાતના અધ્યક્ષ ડો.અર્જુનસિંહ રાણા દ્વારા આવનાર સમયમાં પેફી ગુજરાત દ્વારા કરવામાં આવનાર કાર્યની રૂપરેખા આપી હતી અને નવા નિમાયેલા સભ્યોને તેમની કામગીરી અને જવાબદારી વિશે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ ડો. વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.


