Friday, April 19, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્રમાં પ્રથમ વખત બે સગી બહેનો વિરુધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાતા...

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત બે સગી બહેનો વિરુધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાતા ચકચાર

- Advertisement -

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગ હેઠળ બે સગી બહેનો વિરુધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. રાજકોટના રેસકોર્સ રોડ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા વણિક વૃદ્ધે પોતાની બે સગી ભાણેજ વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ નોંધાવી છે. તેની સગી બંને ભાણેજોએ પોતાના મામાનું મકાન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

રાજકોટના રેસકોર્સ રોડ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદભાઇ ન્યાલચંદભાઇ મહેતા નામના વૃદ્ધે પોતાની બે ભાણેજ  જેમાં રાજકોટમાં રહેતી હીનાબેન દીપકભાઈ અને અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા ખાતે રહેતી અમીતાબેન શૈલેષભાઈ પારેખ સામે ફરિયાદ નોંધાવી છે. અરવિંદભાઈ પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેમણે રેડિયો સર્વિસનો અભ્યાસ કર્યો હોય અને અગાઉ તેમને ગરેડીયા કુવા રોડ પર મશીનરી ની દુકાન ધરાવતા હતા વર્ષ 2016 થી નિવૃત છે તેમની સાત બહેનો અને ત્રણ ભાઈઓ છે વર્ષ 1964માં આફ્રિકામાં રહેતા તેમના બનેવી અનિલભાઈ મહેતાનું અવસાન થતા તેમના બહેન મંજુબેન ત્રણ પુત્રી અને બે પુત્રો સાથે રાજકોટ લેવા આવ્યા હતા. તેમનું એક મકાન વાણિયાવાડી-2માં આવેલું છે. જે 1967માં ખરીદ્યું હતું. જે રહેવા માટે તેની બહેનને આપ્યું હતું. પરંતુ મકાનમાં રહેવા ગયા બાદ ચાર વર્ષ બાદ મંજુબેનનું અવસાન થતાં તેમના 5 સંતાનો મકાનમાં રહેતા હતા અને બાદમાં બે ભાણેજના લગ્ન થઇ જતા તેનો પુત્ર એકલો રહેતો હતો અને તેનું તા. 4 / 2 / 2020 ના રોજ મિલનનું અવસાન થયું હતું.

બાદમાં તેની બે ભાણેજ અમિતા અને હીનાએ મકાનને પોતાનું તાળું મારી જતા રહ્યાં હતા. પોતાના મકાનને ભાણેજોએ પોતાનું તાળું મારી દીધાની જાણ થતા તેમની પાસેથી મકાનની ચાવી મેળવવા માટે ફોન કર્યો હતો. ત્યારે ભાણેજોએ ફોન પર મકાનને હવે ભૂલી જજો, ચાવી આપવાની નથી. જલ્દીથી અમને દસ્તાવેજ કરી દો નહીં તો સારાવટ નહીં રહે તેવી ધમકી આપી હતી. 

- Advertisement -

બાદમાં આશરે બે ત્રણ મહીના પહેલા ફરિયાદી મકાન જોવા ગયા તો મકાન પર “આ મકાનમાં નામદાર કોર્ટના હુકમ મુજબ મિલનભાઈ મહેતાનો કબ્જો છે તેમાં કોઇએ અડચણ કરવી નહી તેવો નામદાર કોર્ટએ હુકમ કરેલ છે” તેવુ લખેલ હતું. અને છેલ્લા એકાદ મહિનામાં હિનાએ મકાનમાં “મહેતા એક્યુપ્રેશર ફક્ત બહેનો માટે જ, ગોઠણ, સાંધાના દુ:ખવા માટે અકસીર, સમય બપોરે 3 થી 7″ એવું લખેલું છે. આમ સગી બહેનની દીકરીઓએ જ મામાનું મકાન પચાવી પાડ્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular