તમે સ્પેસના તો ઘણા ફિલ્મો જોયા હશે. પરંતુ કોઈ મુવીનું શુટિંગ જ સ્પેસમાં થયું હોય તેવું સાંભળ્યું છે? પરંતુ રશિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે સ્પેસમાં મુવી બનાવવા જઈ રહી છે. જે ઈતિહાસની પ્રથમ ઘટના હશે. “ ધ ચેલેન્જ” નામના મુવીનું સ્પેસમાં આગામી સમયમાં શુટિંગ કરવામાં આવશે.
રશિયાના પ્રખ્યાત સેલીબ્રીટી 35 વર્ષીય યુલિયા પ્રેસિલ્ડ લીડ રોલમાં જોવા મળશે. તો 37 વર્ષીય કિલ્મ શિપેન્કો તેને ડિરેક્ટ કરશે. તેમની પસંદગી કાયદેસરની રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી થઈ છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસે સ્પેસમાં શૂટિંગ થનારી ફિલ્મ માટે નવેમ્બરમાં ઓપન કોમ્પિટિશનની જાહેરાત કરી હતી.
યુલિયા અને કિલ્મને સ્પેસમાં જવા માટે પહેલાં ટ્રેનિંગ આપવામાં આવશે. તેમના સેન્ટ્રિફ્યુજ ટેસ્ટ કરવામાં આવશે અને ઝીરો ગ્રેવિટીની ટ્રેનિંગ અપાશે. આ ટફ ટ્રેનિંગ 1 જૂનથી શરૂ થશે. 5 ઓક્ટોબર, 2021થી શુભારંભ કરશે. આ સમય ગાળામાં ક્રૂ ટોમ ક્રુસ અને ડૉન્ગ લિમેન ડિરેક્ટરને પણ મળશે. ટોમ અને ડૉન્ગ પણ ઓક્ટોબર મહિનામાં મૂવીના શૂટિંગ માટે ISS (ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર જવાના છે.
પ્રથમ વખત સ્પેસમાં શૂટ થનારી મૂવીનું નામ Vyzov (ધ ચેલેન્જ) છે. આ ફિલ્મમાં એક સર્જનની સ્ટોરી છે જે બીમાર અંતરિક્ષ યાત્રીને ઓપરેટ કરે છે. જેને કારણે તેને પૃથ્વી પર પાછા જઈ સારવાર કરાવવાથી બચાવી શકાય છે.