Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજગતમંદિરના શિખર પર હવેથી 6 વખત થશે ધ્વજારોહણ

જગતમંદિરના શિખર પર હવેથી 6 વખત થશે ધ્વજારોહણ

દેવસ્થાન સમિતિની બેઠકમાં ગુગળી સમાજની રજૂઆતને ધ્યાને લઇ લેવાયો નિર્ણય

- Advertisement -

દ્વારકાના વિશ્વ વિખ્યાત જગત મંદિરના શિખર પર હવેથી છ ધ્વજારોહણ કરવા માટે જિલ્લા કલેકટર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં દ્વારકાના પ્રાંત અધિકારી અને વહીવટદાર પાર્થ તલસાણીયા તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગઈકાલે મંગળવારે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જગત મંદિરમાં દરરોજ છઠ્ઠી ધ્વજા ચડાવવા બાબતે તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ગૂગળી બ્રાહ્મણ સમાજ દ્વારા છઠ્ઠી ધ્વજા ચડાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત પર સમિતિ દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. જેનાથી ભગવાન દ્વારકાધીશ મંદિરે ધ્વજા ચડાવવા માંગતા ભાવિકોને આ લાભ મળતો થશે.

- Advertisement -

દેશ-વિદેશમાં વસતા ભગવાન દ્વારકાધીશના ભાવિકોની સુગમતા અને પારદર્શકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ધ્વજાની ફાળવણી ઓનલાઇન પોર્ટલ દ્વારા થાય તે બાબતે પણ ચર્ચા કરી નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૂગળી બ્રાહ્મણ સમાજ સાથે પરામર્શમાં રહી 1 નવેમ્બર, 2023થી આ પોર્ટલ શરૂ થાય તેવી વિચારણા કરવામાં આવી છે. હાલમાં ચડાવવામાં આવતી પાંચમી ધ્વજા અને મંજૂર થયેલી છઠ્ઠી ધ્વજા માસિક ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. આ ડ્રો દર મહિનાની 20મી તારીખના દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય રમેશભાઈ હેરમા અને મુરલીભાઈ ઠાકર તેમજ કમલેશભાઈ શાહની હાજરીમાં ગૂગળી બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવે તેમ નક્કી કરાયું છે.

આ વ્યવસ્થા ઓનલાઈન પોર્ટલ કાર્યરત થવા સુધી ચાલુ રહેશે અને પોર્ટલ શરૂ થયેથી તમામ ધ્વજાની ફાળવણી પોર્ટલ મારફતે કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ભાવિકોને સુગમતા રહેશે અને ધ્વજાની ફાળવણી વધુ પારદર્શક રીતે થશે તે બાબતે મિટિંગમાં સર્વ સંમતી સાધવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular