જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી વેરાને લઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાંચ મિલકતો સીલ કરવામાં આવી હતી તેમજ પાંચ મિલકતોના નળ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતાં. તેમજ 15 આસામીઓએ ડયુ ડેટના ચેક આપ્યા હતાં. જ્યારે 41 આસામીઓ પાસેથી સ્થળ પર જ બાકી વેરાની વસુલાત કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા કમિશ્નર દિપેશ કેડીયાની સુચના અને આસી. કમિશ્નર (ટેકસ)ના માર્ગદર્શન હેઠળ મિલકત વેરા શાખા દ્વારા તા.31/3/2026 સુધીનો મિલકત વેરો ન ભરનાર મિલકત ધારકોને નિયમ અનુસાર વોરંટ તથા અનુસુચીની બજવણી કરવા છતાં પણ મિલકત વેરો ન ભરનાર બાકીદારોની કુલ 64 મિલકતોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં રૂા.2,22,120ના બાકી વેરા પેટે નિરજ મધુકાંત વોરા, રૂા.3,01,613 બાકી વેરા પેટે નયનભાઇ વિઠ્ઠલાણી, રૂા.1,76,151ના બાકી વેરા પેટે મગનલાલ લખમણ, રૂા.1,42,329ના બાકી વેરા પેટે સદગુરૂ ટ્રેડીંગ કંપની તથા રૂા.2,46,180ના બાકી વેરા પેટે કુંવરબેન દાદુભાઇ ડેરની મિલકતો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત રૂા.2,03,265ના બાકી વેરાને લઇ જગદીશચંદ્ર એન્ડ રમેશચંદ્ર હરીલાલ, 1,23,225ના બાકી વેરાને લઇ અબ્દુલ રહેમાન અલીભાઇ વાઢેર રૂા.1,10,483ના બાકી વેરાને લઇ રંગમતી નોનટ્રેડીંગ કોર્પોરેશન, રૂા.1,26,383ના બાકી વેરાને લઇ સંજયભાઇ સરધારા તથા રૂા.1,25,184 બાકી વેરાને લઇ પરેશભાઇ સરધારાના નળ કનેકશનો કાપી નાખવામાં આવ્યા હતાં.
વેરા વસુલાત દરમિયાન રમાબેન મકસાનાએ રૂા.1,39,337,ગુજરાત હાઉસીંગ બોર્ડએ રૂા.5,65,495, પ્રવિણભાઇ ચેતરીયાએ રૂા.1,40,182, પ્રવિણભાઇ ચેતરીયાએ રૂા.1,40,182, કંચનબેન રંગોલીયાએ રૂા.3,10, 082,સ્મિતાબેન સાકરીયાએ રૂા.1,62,957, મુસા અદમ ખુરેશીએ રૂા.1,30,000, કૃષ્ણકુમાર ઘડિયાએ રૂા.2,00,000, મનીષભાઇ નશીતએ રૂા.2,47,399, શ્રીનાથજી માર્બલએ રૂા.3,68,905, રશીદભાઇ સર્ગાથએ રૂા.1,35,000, રાજ ચેમ્બર ગેસ્ટ હાઉસએ રૂા.1,90,200, રાજ ચેમ્બર ગેસ્ટ હાઉસ રૂા.1,83,200, ધીરજભાઇ રંગપરાએ રૂા.97,112, હંસાબેન દિનેશભાઇએ રૂા.1,46,171ના ડયુ ડેટના ચેક આપ્યા હતાં.

આ ઉપરાંત મનસુખભાઇ ધનજીભાઇ વસોયાએ રૂા.56,718, અબાસ તાહેર ભારમલ ચુનીલાલ કેશવજી પમ્ભરએ રૂા.1,29,388, ચુનીલાલ પામ્ભર રૂા.1,81,667, શાંતિ મેટલ રૂા.1,90,695, લક્ષ્મીદાસ ભાનુશાળીએ રૂા.53,722, કેબેક્ષ ઇલેકટ્રીકલએ રૂા.1,51,654, વિમલભાઇ વરિયાએ રૂા.85,536, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 1,05,717, ભીખુભાઇ ભીમશીભાઇ ગોજીયાએ રૂા.1,06,182, ભીખુભાઇ ભીમશીભાઇ ગોજીયાએ રૂા.2,43,308, ભીખુભાઇ ભીમશીભાઇ ગોજીયાએ રૂા.1,48,224, ભીખુભાઇ ભીમશીભાઇ ગોજીયાએ રૂા.1,48,224, ભીખુભાઇ ભીમશીભાઇ ગોજીયાએ રૂા.1,48,224, અરજણભાઇ ભીમસીભાઇ ગોજીયાએ રૂા.3,29,145, વચ્છરાજ ઇન્ડ.એ રૂા.64,510, ગીરીશભાઇ ગોજીયાએ રૂા.1,38,183, બીપીનપુરી તુલસીપુરી ગોસ્વામીએ 55,500, મનીષભાઇ રઘુભાઇ રાષિતએ રૂા.1,00,000, સચિન જોશીએ રૂા.71,000, હીરજી વીરજીએ રૂા.1,05,160, ભીમશીભાઇ માલદેભાઇ ગોજીયાએ રૂા.50,000, પૂજા ડેવલોપર્સએ રૂા.1,52,190, હિતેશ ધીરજલાલ કારીયાએ રૂા.64,350, આર પ્રભુ એન્ડ કંપનીએ રૂા.1,72,300, યાદવ ટ્રેડીંગ કાું.એ રૂા.1,72,500, અમિતભાઇ કિશોરભાઇ પુજારાએ રૂા.1,25,700, ભીખુભાઇ ભીમશીભાઇ ગોજીયાએ રૂા.27,10,750 સહિત કુલ રૂા.60,60,547ની સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી. આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને મિલકત વેરો નહીં ભરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવા અને નળ કનેકશન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે.


