ધ્રોલ તાલુકાના નથુવડલા અને સોયલ ગામ વચ્ચેના ખારીવાડી સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને ધ્રોલ પોલીસે રૂા.18,750 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના નથુવડલા અને સોયલ ગામ વચ્ચે આવેલા ખારીવાડી સીમ વચ્ચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન નિઝામ કાસમ ઝખરા, અરજણ કેશા રાઠોડ, ભિખા નાગજી કગથરા, ભોજા વિરમ બાંભવા અને ધીરજલાલ નાગજી પરમાર નામના પાંચ શખ્સોને પોલીસે રૂા.18750 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.