Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારરાજપરા ગામે જુગાર દરોડામાં પાંચ શખ્સો ઝડપાયા

રાજપરા ગામે જુગાર દરોડામાં પાંચ શખ્સો ઝડપાયા

- Advertisement -

કલ્યાણપુર પંથકના ગઈકાલે સોમવારે એલસીબી પોલીસે કરેલી જુગાર દરોડા અંગેની કાર્યવાહીમાં પાંચ શખ્સોને રૂ. 1.06 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં એલસીબી ટીમના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાની બાતમીના આધારે એક મંદિર પાસે રહેલા જુના ખંઢેરમાં જાહેરમાં બેસી અને જુગાર રમી રહેલા ઇન્દ્રસિંહ બચુભા જેઠવા, ધીરુ કારા વાઢેર, દેવા ખેતા વાઢેર, કારા ઘુસા કેશવાલા અને નારણ નાથા ગોજીયા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી રૂપિયા 13,050 રોકડા તથા રૂપિયા 8,500 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 85 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,06,550 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં રાજપરા ગામના રાજુ રામા મોઢવાડિયા અને શેઢા ભાડથર ગામના ડાડુ માલદે આહીરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જે અંગેની વિધિવત ફરિયાદ એ.એસ.આઈ. અરજણભાઈ મારુએ કલ્યાણપુર પોલીસમાં નોંધાવી છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. ગળચર તેમજ એ.એસ.આઈ. સજુભા જાડેજા, અરજણભાઈ મારૂ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, સચીનભાઈ નકુમ, હસમુખભાઈ કટારા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular