જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ ઉપર ઈન્ડીયન નેવી અને એનસીબી : નારકોટીક કંટ્રોલ બ્યુરો દ્વારા ગુપ્ત ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાની કિંમતના નશીલા દ્રવ્યો પકડી પાડવામાં આવ્યાં હતાં. જેમાં ભાસ્કર ભરતભાઈ નામનો શખ્સ જેનું એમ.પી.શાહ ઉદ્યોગનગર શરૂ સેકશન રોડ ઉપર કારખાનું આવેલ છે તેમાંથી મેફેડ્રોન નામનું કેફી પદાર્થ કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી વધુ માહિતી મેળવવા માટે નારકોટીક કંટ્રોલ બ્યુોર અમદાવાદ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવાની માગણી અદાલત સમક્ષ કરી હતી. જે રિમાન્ડ અરજી જામનગર એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટ સી.કે.પીપલિયાએ અંશત મંજૂર કરી આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આ કામે નારકોટીક કંટ્રોલ બ્યુરો વતી સ્પે. પી.પી. રાજેશ વી. રાવલ રોકાયા હતાં.