પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે. જયારે હવે સાઉથમાં પણ મોદીનો દબદબો જોવા મળી રહ્યો છે. ગઇકાલે કોચીમાં યોજાયેલ રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતા. પ્રધાનમંત્રી આજે કોચીમાં દેશની પહેલી વોટર મેટ્રોનું ઉદઘાટન કરશે.
સોમવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાતે પહોંચ્યાં હતા.આ બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી કેરળમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. વધુમાં ખ્રિસ્તી સમુદાયના પાદરીઓ સાથે બેઠકમાં પણ જોડાશે. આ દરમિયાન તેઓ કોચીમાં આવેલ ઈંગજ ગરૂડ નેવલ એર સ્ટેશન પર ઉતાર્યા હતા. કોચીમાં પરંપરાગત પોશાકમાં મોદીએ રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પગપાળા સ્વાગત માટે ઉભેલા મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન જીલ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે કેરળના કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય પીએમ મોદી તિરૂવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે. પોર્ટ સિટી કોચીમાં ડિઝાઇન કરાયેલી આ વોટર મેટ્રો સેવા કોચી શહેરને નજીકના 10 ટાપુઓ સાથે જોડશે. પ્રોજેક્ટમાં 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ્સ છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું, ’વિશ્ર્વ કક્ષાની કોચી વોટર મેટ્રો તેની યાત્રા માટે તૈયાર છે. તે કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડવાનો કેરળનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કોચ્ચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં રૂ. 1,136.83 કરોડના ખર્ચે 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ્સ છે. આ પ્રોજેક્ટને કેરળ સરકાર અને ઊંરઠ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. ઊંરઠ એ જર્મન ફંડિંગ એજન્સી છે.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં હાઇકોર્ટ-વાયપિન ટર્મિનલ્સથી વ્યટિલા-કક્કનાડ ટર્મિનલ્સ સુધી સર્વિસ શરૂ કરવામાં આવશે. ’કોચી-1’ કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરો કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંનેમાં મુસાફરી કરી શકે છે. આ સિવાય તેઓ ડિજિટલ રીતે પણ ટિકિટ બુક કરી શકે છે.


