Saturday, May 11, 2024
Homeરાષ્ટ્રીયધનબાદની હોસ્પિટલમાં આગ, ડૉકટર દંપતિ સહિત પાંચના મોત

ધનબાદની હોસ્પિટલમાં આગ, ડૉકટર દંપતિ સહિત પાંચના મોત

- Advertisement -

ધનબાદના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત હઝરા ક્લિનિક અને હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 1:00 વાગ્યે અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ડોક્ટર દંપતી સહિત કુલ 5 લોકોના મોત થયા છે. ડોક્ટર તેમના પરિવાર સાથે હોસ્પિટલના પહેલા માળે રહેતા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે પહેલા સ્ટોર રૂમમાં આગ લાગી હતી ત્યારબાદ તે ફેલાઈ ગઈ હતી. દુર્ઘટના સમયે બધા જ ઊંઘી રહ્યા હતા. જે હોસ્પિટલમાં આગની આ ઘટના બની તે શહેરના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગ શોટ શર્કિટના કારણે લાગી હતી.

- Advertisement -

બીજી તરફ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવીને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તમામને તાત્કાલિક નજીકના ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ આગમાં હોસ્પિટલના મેનેજર ડો. પ્રેમા હઝરા અને તેમના પતિ ડો. વિકાસ હાઝરા, તારા, સુનીલ હમરુ સહિત 5 લોકોના મોત થયા છે. જોકે તંત્રએ હજુ સુધી મૃત્યુઆંકની પુષ્ટિ કરી નથી.

ફાયર બ્રિગેડની ટીમે પણ હોસ્પિટલની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટમાં આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. કોઈક રીતે ટીમના સભ્યો ડો. હાજરાના ઘરની અંદર પહોંચ્યા. ત્યાં સુધી ડો.વિકાસ હાઝરા શ્વાસ લઈ રહ્યા હતા. તેમને સારવાર અર્થે જગખખઈઇંમાં લઈ જવામાં આવ્યા. પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયુ હતું. આગ બુઝાવવામાં ફાયરમેન મનીષકુમાર પણ દાઝી ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular