Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરગ્રેઇન માર્કેટમાં આવેલી બારદાનવાલા ફેકટરીમાં આગ

ગ્રેઇન માર્કેટમાં આવેલી બારદાનવાલા ફેકટરીમાં આગ

- Advertisement -

જામનગર શહેરમાં ગ્રેઇન માર્કેટ રોડ પર આવેલી ફેકટરીમાં કોઇ કારણસર આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -

આગના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ પાસેના બારદાનવાલા રોડ પર કો.કો. બેંક સામે આવેલી વિઠ્ઠલદાસ ધનજીભાઇ બારદાનવાલા નામની ફેકટરીમાં આજે સવારે કોઇ કારણસર આગ લાગી હતી. આગમાં ફેકટરીમાં પડેલ કોમ્પ્યુટર સેટ, એસી તથા કબાટ સહિતનો સામાન સળગીને રાખ થઇ ગયો હતો. આગની જાણ કરાતાં ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે, તે પહેલા અંદર પડેલો સામાન સળગી જતાં નુકસાન થયું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular