Thursday, September 19, 2024
Homeરાજ્યગુજરાતભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ફોર્મ ચકાસણી દરમિયાન મારામારી, વિડીઓ વાયરલ

ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ફોર્મ ચકાસણી દરમિયાન મારામારી, વિડીઓ વાયરલ

- Advertisement -

મોરબી નગરપાલિકાની ચૂંટણીને લઇને આજે મોરબીમાં ફોર્મ ચકાસણી દરમિયાન તાલુકા સેવા સદન પાસે વોર્ડ નં-1ના ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. બાદમાં પોલીસે બંને પક્ષને અલગ પાડીને મામલો થાળે પાડ્યો હતો.

- Advertisement -

આવનારી નગર પાલિકાની ચૂંટણીને લઈને મોરબીમાં સોમવારે ફોર્મ ચકાસણીની કાર્યવાહી તાલુકા સદન ખાતે ચાલી રહી હતી ત્યારે ત્યારે વોર્ડ નંબર એકના કોંગ્રેસ અને ભાજપના આગેવાનો- કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી જામી થઇ પડી હતી. ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના આગેવાન કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે હાથાપાઇ થઈ ગઈ હતી. અને ટોળું એકત્ર થઇ ગયું હતું. બાદમાં ઉપસ્થિત પોલીસે બંને પક્ષના કાર્યકરોને અલગ પાડ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular