Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરત્રીજા દિવસે ભાવભેર ગણપતિજીને વિદાય

ત્રીજા દિવસે ભાવભેર ગણપતિજીને વિદાય

જામ્યુકોના વિસર્જન કુંડમાં 200થી વધુ મૂર્તિઓનું વિસર્જન

- Advertisement -

જામનગરમાં ગણેશ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. શેરી-ગલીઓમાં તેમજ ઘરોમાં ગણપતિજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. લોકોએ 1,3,5,7,9 અને 11 દિવસ માટે ગણપતિજીની સ્થાપના કરી છે. ત્યારે ગઇકાલે 3 દિવસ માટે સ્થાપના કરાયેલ ગણપતિજીની વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ગણપતિજીને ભાવભેર વિદાય આપી હતી. જામ્યુકો દ્વારા તૈયાર કરાયેલ કૃત્રિમ કુંડમાં પ્રથમ ત્રણ દિવસ દરમિયાન 237 જેટલી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થયું હતું. જામનગર હાલ ગણેશમય બન્યું છે. ઠેર-ઠેર ગણેશજીની સ્થાપના બાદ પૂજન-અર્ચન થઇ રહ્યું છે. ગઇકાલે ગણેશ મહોત્સવમાં ત્રીજા દિવસે કેટલાંક લોકોએ ગણપતિ વિસર્જન કર્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ જુદા જુદા બે સ્થળોએ ગણપતિ વિસર્જન માટેના બે મોટા કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં બંને સ્થળોએ એક રાજકોટ રોડ પર જ્યારે બીજો રણજીત સાગર રોડ બાયપાસ ચોકડી પાસે મહાનગરપાલિકાની જગ્યામાં બનાવાયેલા કુંડ માં ત્રણ દિવસ દરમિયાન 237 ગણપતિની નાની મોટી મૂર્તિઓનું નગરજનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બંને સ્થળે 150 ફૂટ ની લંબાઈ, 60 ફૂટ ની પહોળાઈ અને આઠ ફૂટની ઊંડાઈ સાથે ના સ્લોપ વાળા બંને કુંડ બનાવાયા છે. જેમાં પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે, અને પાણી ભરીને વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ ગણપતિ મંડળના આયોજકો સ્થળ પર પૂજા કરી શકે તે માટેના પૂજા ના ટેબલ સહિતની વ્યવસ્થા ગોઠવાઈ છે. જ્યારે નાની મોટી દરેક પ્રકારની મૂર્તિઓનું વિસર્જન મહાનગરપાલિકા દ્વારા તૈયાર રાખવામાં આવેલી ટીમ મારફતે જ કરવામાં આવી રહ્યું છે. હાપા રોડ પર આવેલા વિસર્જન કુંડમાં પ્રથમ દિવસે 1, બીજા દિવસે 40 જયારે ગઇકાલે ત્રીજા દિવસે 125 મળી 166 મૂર્તિઓ વિસર્જિત કરાઈ છે. જ્યારે લાલપુર બાયપાસ પાસે ના વિસર્જન કુંડમાં પ્રથમ ત્રણ દિવસમાં કુલ 61 નાની મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બંને કુંડમાં માટીમાંથી બનાવેલી અથવા તો (પી.ઓ.પી.ની) પણ મૂર્તિ જે લોકોએ સ્થાપિત કરી હોય, તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું, કુલ 237 મૂર્તિ કરાઈ છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની તેમજ ચેતન સંઘાણી અને હિરેન સોલંકી સહિતની ટીમ દ્વારા સમગ્ર વિસર્જન કુંડની વ્યવસ્થાની ગોઠણ કરવામાં આવી છે અને આગામી 30 સપ્ટેમ્બર સુધી પ્રતિદિન વિસર્જનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. લાઇટિંગ વ્યવસ્થા-પીવાનું પાણી અને પોલીસ તથા સિક્યુરિટી ગાર્ડ સહિતની સુચારું વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular