ફેમસ પ્લેબેક સિંગર પલક મુછલ કે જેમના સુરીલા અવાજ અને મેરી આશિકી, કૌન તુઝે યુ અને પ્રેમ રતન ધન પાયો જેવા હિટ ગીતો માટે પ્રખ્યાત છે તેમનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોડ્સ બંનેમાં સ્થાન મેળવ્યું છે.
પલક પલાશ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા પલકે ભારત અને તેની બહાર વંચિત બાળકો માટે 3800 થી વધુ હાર્ટ સર્જરી માટે ભંડોળ પુરૂ પાડવામાં મદદ કરી છે. નાનપણથી જ તેણે એક પ્રતિજ્ઞા લીધી હતી તે ગરીબ બાળકોને મદદ કરશે અને હાલ તેમને કોન્સર્ટની કમાણી અને બચતનું દાન કરે તે પ્રતિજ્ઞા સાર્થક કરી બતાવી હતી. આ સિવાય પણ તેણે કારગિલ શહીદોના પરિવારોને મદદ કરે તો ગુજરાત ભુકંપ રાહત પ્રયાસો માટે રૂા.10 લાખનું દાન પણ આપ્યું છે.
તેમની આ સેવાકીય પ્રવૃત્તિમાં તેના પતિ અને સંગીતકાર મિથુન સાથે ઉભા રહ્યા છે તેમણે એમ પણ કહ્યું કે, જો કોઇ શો ન હોય, આવક ન હોય તો પણ બાળકની સર્જરી કયારેય બંધ નહીં થાય.
પલક મુછલ એક આદર્શ છે કે કઇ રીતે તેમને તેમની સફળતા અને ખ્યાતિનો ઉપયોગ ફકત મનોરંજન માટે જ નહીં પરંતુ, જીવન બદલવા અને દયાને પ્રેરિત કરવા માટે પણ થઈ શકે છે. ભારત એ પ્રતિભા, કરુણા અને સંસ્કૃતિનો દેશ છે. અહીં કળા માત્ર મનોરંજન માટે નહીં પરંતુ, સમાજની સેવા કરવાની જવાબદારી પણ પુરી પાડે છે તેનું જીવતુ ઉદાહરણ એટલે પ્રખ્યાત ગાયિકા પલક મુછલ કે જેમણે સમાજ સેવાનું કાર્ય એટલે કે, 3800 થી વધુ ગરીબ બાળકો હાર્ટ સર્જરી માટે સેવા પુરી પાડી હતી અને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું હતું.


