Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસિક્કા સીએચસી હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીથી યુવતીના મૃત્યુનો પરિવારજનોનો આક્ષેપ

સિક્કા સીએચસી હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીથી યુવતીના મૃત્યુનો પરિવારજનોનો આક્ષેપ

- Advertisement -

સીક્કા હોસ્પિટલમાં ડોકટર તથા નર્સની બેદરકારીના કારણે યુવતીનું મૃત્યુ નિપજ્યાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે અને આ અંગે હોસ્પિટલ સ્ટાફ સામે કાર્યવાહી કરવા પણ માંગણી કરાઈ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, સીક્કામાં રહેતા ફરજાનાબેન મામદભાઈ દલ (ઉ.વ.27) નામની યુવતી રાત્રિના સમયે ધાર્મિક કાર્યક્રમમાં બેઠા હોય અચાનક તેના શરીરે ઝેરી જાનવર કરડી જતા તાત્કાલિક સીક્કા સીએચસી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પુરી સારવાર ન મળતા પરિવારજનો દ્વારા દર્દીને આઇ સેન્ટરમાં રિફર કરવા આગ્રહ કરતા ડોકટરે 108 ને ફોન કરતા 40 મિનિટ જેવો સમય લાગશે તેવો જવાબ મળ્યો હતો. આથી ડોકટરે દર્દીના સગાઓને ખાનગી વાહનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેથી દર્દીના પરિવારજનોએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહેલી એમ્બ્યુલન્સની માંગણી કરતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ આપવાની ના પાડી રાત્રિના સમયે એમ્બ્યુલન્સ આપવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું. જેણે પરિણામે દર્દીનું મૃત્યુ થયું હતું.

એક કલાકથી વધુ સમયથી દર્દીને 108 ની સુવિધા ન મળતા દર્દીનું મૃત્યુ થતા લોકોના ટોળાં એકઠાં થયા હતા અને ડોકટર તથા નર્સની બેદરકારીના કારણે મૃત્યુ નિપજ્યાનું આક્ષેપ કર્યો હતો. જેને પરિણામે ફરજ પરના નર્સ પારુલબેન તથા ડો.કેલ્વીન જાવીયાએ લોકોથી ગભરાઇ પોતાના રજીસ્ટરમાં દર્દીનો એન્ટ્રીનો સમય ખોટો લખ્યાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે આ ઉપરાંત ડોકટરે 108 ને ફોન કર્યો કે નહીં ? તે પણ સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સ હોવા છતાં દર્દીને આપવામાં આવી ન હોય, રોષ છવાયો છે. આ અંગે હોસ્પિટલ સ્ટાફ સામે કાર્યવાહી થશે કે નહીં ? તેમ લોકમુખે ચર્ચા થઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular