Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં ફાયર સેફટી મુદ્દે સર્વત્ર અરાજકતા!

રાજ્યમાં ફાયર સેફટી મુદ્દે સર્વત્ર અરાજકતા!

જામનગરમાં ફાયર એનઓસી ન મેળવનાર ઇમારતોના નળ-વીજળી જોડાણો કાપવામાં આવતાં નથી, સીલ પણ લગાવવામાં આવતાં નથી!

- Advertisement -

ગુજરાતમાં ફાયર સેફટી મુદ્દો ખૂબ જ અગત્યનો તથા ગંભીર હોવા છતાં આ મામલે સમગ્ર રાજ્યમાં અરાજકતાં પ્રવર્તે છે! સરકાર સ્થાનિક ફાયરશાખાઓ- કોર્પોરેશનને સ્પષ્ટ/કડક આદેશ આપતી નથી. જેને પરિણામે ‘ભાવતુ’નું ‘ને વૈદે કહ્યું’ જેવો ઘાટ હોય કર્તાહર્તાઓ નિશ્ચિત છે અને રાજ્યભરમાં આગ સાથે રમત ચાલુ છે. બીજીબાજુ સ્થાનિક સ્તરે ‘અધિકારીરાજ’ છે જે ધારે તે કરે છે.

ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાત સરકારને ફાયર સેફટી મુદ્દે ઘણો તાપ આપવામાં આવ્યો છે પરંતુ સરકારે ચામડી ઉપર બીજું જાડી ચામડીનું કવર ચઢાવી લીધું છે જેને પરિણામે રાજ્યના નાગરિકો આ મુદ્દે ભગવાન ભરોસે છે.

અદાલતોના ફટકાર પછી રાજ્ય સરકારે ધીમી ગતિએ રાજ્યમાં ફાયર સેફટી માટે કામગીરી શરૂ કરી હતી. તે પછી એવું જાહેર કરવામાં આવ્યું કે, મહાનગરપાલિકા સહિતના વિસ્તારોમાં કારખાનાઓએ ફાયરશાખા પાસેથી ફાયર એનઓસી મેળવવાની જરૂર નથી. તે પછી સરકરે એવું જાહેર કર્યું કે, બીયુ પરમિશન-ફાયર મામલે માર્ચ-2022 સુધી કાંઇ દંડકીય ‘આકરી’ કાર્યવાહી થશે નહીં, આ માટે કારણ આપવામાં આવ્યું કોરોનાની સ્થિતિનું.

તે દરમિયાન એવું જાહેર થયું કે- સુપ્રિમકોર્ટે આઠેક દિવસ પહેલાં ફાયર મામલે ગુજરાત સરકારને બે સપ્તાહનો સમય આપ્યો છે. દરમિયાન આજે 24 જુલાઇએ અમદાવાદ ખાતે એવું જાહેર થયું છે કે, ગત તા. 13 જુલાઇના દિને રાજ્યના આરોગ્યખાતાએ પરિપત્ર બહાર પાડી ફાયર સેફટી મુદ્દે કેટલીક સૂચનાઓ બહાર પાડી છે. આ પરિપત્ર રાજ્યપાલના હુકમથી આરોગ્ય વિભાગના અધિક સચિવે જાહેર કર્યો છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગના બનેલ બનાવો બાદ પંચના અહેવાલમાં કરવામાં આવેલી ભલામણો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ ડી.એ. મહેતા પંચ દ્વારા આ ભલામણો કરવામાં આવેલી છે.

રાજયમાં બી.યુ.પરમીશન અને ફાયર એન.ઓ.સી.વગરના બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવા સુપ્રિમ કોર્ટે બે સપ્તાહનો સમય આપ્યો છે.દરમિયાન રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક મહત્વનો પરિપત્ર કર્યો છે,આ પરિપત્રમાં રાજયની દરેક હોસ્પિટલે બી.યુ.પરમિશન અને ફાયર એન.ઓ.સી. સ્થાનિક સ્વરાજયની સંસ્થા પાસેથી મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. હોસ્પિટલોને ઈમરજન્સી એકઝિટ રાખવા ઉપરાંત બે દાદરા રાખવા પડશે. આઈ.સી.યુ. વોર્ડમાં સ્લાઈડીંગ વિન્ડો ઉપરાંત એકઝોસ્ટ ફેન લગાવવા પડશે. જયારે ઓકિસજન વપરાશનું ઓડિટ કરાવવાનું રહેશે.

આ અંગે મળતી માહીતી મુજબ, રાજયપાલના હુકમથી રાજયના આરોગ્ય વિભાગના અધિક સચિવે 13 જુલાઈ-2021ના રોજ પરિપત્ર ઘડયો છે. ન્યાયમૂર્તિ ડી.એ.મહેતા તપાસ પંચ દ્વારા અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની-ઉદય શિવાનંદ કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં આગના બનેલા બનાવો બાદ પંચના અહેવાલમાં કરવામાં આવેલી ભલામણો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યુ છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ (એમેડમેન્ટ) રૂલ્સ-2021 અંતર્ગત નવ મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતા બિલ્ડીંગોમાં ફાયર સેફટી સર્ટિફિકેટ અવશ્ય રાખવાની રહેશે.બે દાદરા બે મીટરની પહોળાઈના રાખવાના રહેશે.ફાયર એકસ્ટીંગ્વીશર વાપરવા સ્ટાફને તાલિમ આપવાની ન રહેશે. ઉપરાંત હોસ્પિટલમાં ઓટોમેટીક ફાયર એલાર્મની વ્યવસ્થા કરી લેવાની રહેશે. સર્કિટ બ્રેકર લગાવવાના રહેશે. ઓકિસજન વપરાશનું ઓડિટ કરી તે લીકેજ ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે.

બાયામેડીકલ વેસ્ટ, ઈકવીપમેન્ટસ પણ મેઈન્ટેઈન કરાવવાના રહેશે. લિફટનું લાયસન્સ ફરજીયાત મેળવીને વખતો વખત રીન્યુ કરાવવાનું રહેશે. હોસ્પિટલમાં લગાવવામાં આવેલાં ફોલ્સ સિલીંગને દુર કરાવવાના રહેશે. હોસ્પિટલમાં ફાયર સેફટીના એકિઝિટ માટેના પ્લાન લગાવવાના રહેશે.

આપણે જામનગરની વાત કરીએ તો, તા. 23 જુલાઇનાં દિને ખબર ગુજરાત દ્વારા જેએમસીની ફાયરશાખા પાસેથી મેળવેલી માહિતી પ્રમાણે, જામનગરની 34 રહેણાંક ઇમારતોએ, 62 કોમર્શિયલ બિલ્ડીંગોએ, 10 સ્કૂલ-કોલેજોએ, 8 હોસ્પિટલે તથા 15 હોટેલ-રેસ્ટોરન્ટ દ્વારા હજૂ સુધી ફાયર એનઓસી મેળવવામાં આવ્યા નથી.

ફાયર શાખાએ જેએમસીની પાણી શાખાને યાદીઓ મોકલાવી છે જેમાં જણાવાયું છે કે, જે ઇમારતો પાસે ફાયર એનઓસી નથી તેવી ઇમારતોના નળ જોડાણો કાપી નાંખવામાં આવે. પરંતુ નવાઇની વાત એ છે કે, આવી એક પણ ઇમારતનું નળ જોડાણ હજૂ કાપવામાં આવ્યું નથી. કારણ? કારણ કે, વોટરશાખા આ ઇમારતોના નળોના જોડાણ કાપવા જાય છે ત્યારે ઇમારતોના માલિકો/સંચાલકો-ફાયર શાખા તથા વોટરશાખાના ‘સાહેબો’ વચ્ચે ‘વાત’ થાય છે- પછી, નળજોડાણ કાપવાની વાત અધ્ધર હવામાં જ રહી જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular