જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં મંગળવારે ભરાતી ગુજરીબજારથી સ્થાનિકો પરેશાન હોય આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ બજાર બંધ કરાવવામાં આવી હતી.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં મંગળવારે ગુજરીબજાર ભરાઇ છે. આ ગુજરી બજારમાં ઉમટતી ભીડને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થતી હોય આ વિસ્તારના રહેવાસીઓ અને સ્થાનિક લોકો દ્વારા આ બજાર અગાઉ બંધ કરાવવામાં આવી હતી. પરંતુ, આજે આ બજાર ફરીથી શરૂ થઈ જતાં સ્થાનિકો દ્વારા આ અંગે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને જાણ કરવામાં આવતા એસ્ટેટ શાખા સાધના કોલોની ખાતે દોડી ગઈ હતી અને સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને લઇ આ ગુજરી બજાર બંધ કરાવવામાં આવી હતી.