જામનગર શહેરમાંથી નિકળતા કચરાને સાયન્ટિફિક પ્રોેસેસિંગ માટે ગાંધીનગર સ્થિત જામનગર મહાનગરપાલિકા હસ્તકના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ટેકનિકલ તથા ફિલ્ડ કર્મચારીઓની વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવા,, તમામ એન્જીનિયરો, ઝોનલ ઓફિસરો, સેનેટરી ઈન્સ્પેકટર, સેનેટરી સબ ઈન્સ્પેકટર તથા શહેરના ગાર્બેજ કલેકશન કરતા કોન્ટ્રાકટર હાજર રહ્યાં હતાં. જેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કાર્યપધ્ધતિથી સોલીડ વેસ્ટના તમામ કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.