જામનગર અને દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં લાંબા સમયથી પછી પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકિંગ કાર્યવાહી દરમિયાન 47 જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ 60.55 લાખના બીલો ફટકાર્યા હતાં. આજે બીજા દિવસે જામનગર શહેરના વિસ્તારોમાં 31 ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચેકિંગની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ જામનગરના શંકરટેકરી, દરેડ અને શહેરના વિસ્તારોમાં તેમજ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને સલાયા ગામમાં મંગળવારે પીજીવીસીએલની 42 ટીમો દ્વારા 16 એસઆરપી બંદોબસ્ત સાથે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમાં પીજીવીસીએલની ટીમો દ્વારા 417 વીજજોડાણો તપાસતા તે પૈકીના 47 માં ગેરરીતિ મળી આવતા કુલ રૂા.60.55 લાખના બીલો ફટકાર્યા હતાં.