જામનગર શહેર અને જિલ્લામાં આજે બીજા દિવસે પીજીવીસીએલની 32 ટીમો દ્વારા ચેકીંગ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી. સોમવારે પીજીવીસીએલની ટીમો દ્વારા કુલ 485 વીજ જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 84 વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ 28.85 લાખના વિજબીલ ફટકારવામાં આવ્યા હતાં.
આજે બીજા દિવસે જામનગર શહેરમાં પીજીવીસીએલની 32 ટુકડીઓ દ્વારા 12 એસઆરપી અને 20 લોકલ પોલીસ તથા 8 એકસઆર્મી મેન સાથેના બંદોબસ્ત જામનગર શહેરના બેડી, બેડી બંદર રોડ, દરબારગઢ, રંગુનવાલા હોસ્પિટલ પાસેનો વિસ્તાર, પાંચ હાટડી, ધુંવાવ અને હાપા કોલોની એરિયામાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર પીજીવીસીએલ દ્વારા સોમવારે ખંભાળિયા ગેટ સબ ડિવિઝન, જામનગર રૂરલ સબ ડિવિઝન, જીઆઇડીસી સબ ડિવિઝન તેમજ સીટી -2 ડિવિઝન હેઠળ ની 36 જેટલી વિચ ચેકિંગ ટુકડીઓને સોમવારે પૂન: વીજ ચેકિંગની કાર્યવાહી માટે ઉતારવામાં આવી છે. જેના માટે એસઆરપીના 12 જવાનો, ઉપરાંત 17 લોકલ પોલીસ, 08 નિવૃત આર્મીમેન અને ત્રણ વિડીયોગ્રાફરોની મદદ લેવામાં આવી રહી છે. જામનગર શહેરના 49 દિગ્વિજય પ્લોટ, જેલ રોડ, હનુમાન ટેકરી, વિશ્રામ વાડી, 58 દિગ્વિજય પ્લોટ, ઉપરાંત આસપાસના દરેડ જીઆઇડીસી વિસ્તાર, કનસુમરા અને મસીતીયા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 485 વીજ જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 84 વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ 28.85 લાખના વિજબીલ ફટકારવામાં આવ્યા હતાં. જેને લઈને વિજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો.