Sunday, December 22, 2024
Homeરાજ્યટ્રાન્સફોર્મરમાં રીપેરીંગ સમયે યુવાનને વીજશોક, અન્ય યુવાન બચાવવા જતાં બન્નેના મોત

ટ્રાન્સફોર્મરમાં રીપેરીંગ સમયે યુવાનને વીજશોક, અન્ય યુવાન બચાવવા જતાં બન્નેના મોત

ખેતરમાં રીપેરીંગ સમયે અકસ્માત : બે યુવાનોના મોતની ઘટનામાં પોલીસ સ્થળ પર દોડી ગઇ : જીવતો વીજવાયર પડતા ગઢકામાં બાળકીનું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

કલ્યાણપુર પંથકમાં સોમવારે ઈલેક્ટ્રીક વીજ કરંટના કારણે અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામ બન્યો હતો. ગઢકા ગામે ભરવાડ પાડા વિસ્તારમાં રહેતા ભરવાડ લખુભાઈ મછાભાઈ ચાવડા નામના 40 વર્ષીય માલધારી યુવાનની આઠ વર્ષીય પુત્રી રાજલબેન સોમવારે બપોરે આશરે સાડા ત્રણેક વાગ્યે પોતાના ઘેટા બકરા રાખવાના વાડેથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ભરવાડ સમાજની વાડી પાસે રહેલા વીજપોલ ઉપરથી જીવતો વીજવાયર તૂટીને રાજલબેન ઉપર પડતા તેણીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે રાજલબેને અંતિમ શ્ર્વાસ ખેંચતા હતા. આ બનાવની જાણ મૃતક બાળાના પિતા લખુભાઈ મછાભાઈ ચાવડાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

અન્ય એક બનાવમાં કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા અરજણભાઈ દેવાભાઈ કાગડિયા નામના 30 વર્ષના કોળી યુવાન ઈલેક્ટ્રીક ઉપર ચડી અને રીપેરીંગ કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ કારણોસર અરજણભાઈને જોરદાર વીજ શોક લાગ્યો હતો. જેથી તેઓ ટી.સી.ના એંગલ પર જ ચોંટી ગયા હતા.

આ બનાવ બનતા નજીક રહેલા ચાચલાણા ગામના રહીશ બાલગર હીરાગર રામદત્તી નામના 47 વર્ષના બાવાજી યુવાન અરજણભાઈને ટી.સી. ઉપરથી ઉતારવા જતા તેમને પણ જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આથી અરજણભાઈ તથા બાલગર રામદત્તીને મૂર્છિત અવસ્થામાં કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંને યુવાનોને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. ઉપરોક્ત બનાવની જાણ ભાવિનગર રામગર રામદત્તી (ઉ. વ. 26) એ કલ્યાણપુર પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular