- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતિય જનતા પાર્ટીનું સંગઠન વઘુ મજબૂત બનાવવા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષની સુચના મુજબ જિલ્લા પ્રભારી બીનાબેન આચાર્ય તથા પ્રદિપભાઈ ખીમાણી અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા ચર્ચા વિચારણા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા મોરચાના હોદ્દેદારો નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપના જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે કુંદનબેન કલ્યાણજી આરંભડિયા, મહામંત્રી તરીકે ગીતાબેન માંગલીયા અને દક્ષાબેન રાઠોડની નિમણુંક કરવામાં આવી છે. તેમની આ વરણીને જિલ્લાના આગેવાનો, હેદેદારોએ આવકારી, શુભેચ્છાઓ પાઠવી હતી.
- Advertisement -