Sunday, December 22, 2024
HomeવિડિઓViral VideoDSP મર્યાદા ચુક્યા : કાર પર ધૂળ ઉડતા ટુવાલ પેહેરેલી હાલતમાં પડોશીને...

DSP મર્યાદા ચુક્યા : કાર પર ધૂળ ઉડતા ટુવાલ પેહેરેલી હાલતમાં પડોશીને લાફા માર્યા,જુઓ VIDEO

- Advertisement -

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પોલીસ ઓફિસરની દાદાગીરી સામે આવી છે. ઘરની બહાર પાર્ક કરેલી પોતાની BMW કાર પર પડેલી ધૂળ જોઈને આ ઓફિસરને એટલો ગુસ્સો આવ્યો કે તેણે કાયદો પોતાના હાથમાં લઈ લીધો. તેણે પોતાના પડોશી નિવૃત્ત બેંક અધિકારીને લાતો અને લાફા મારી દીધા હતા. અને પછી ઘરમાંથી લાકડી લાવ્યા ત્યાં સુધી પાડોશીએ દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

 

- Advertisement -

વિડીઓમાં જોઈ શકાય છે કે ઈન્દોરમાં લોકાયુક્તના DSP ટુવાલ પહેરીને ઘરની બહાર આવ્યા હતા અને પાડોશીને લાફા મારવા લાગ્યા હતા. બાદમાં બન્ને વચ્ચે મારામારી થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઉજ્જૈનમાં તૈનાત લોકાયુક્ત ડીએસપી વેદાંત શર્મા પરિવાર સાથે ઈન્દોરમાં રહે છે. પાડોશમાં રહેતા સંદીપ વિજના ઘરમાં કામ ચાલી રહ્યું છે. જેના કારણે ધૂળડીએસપીની કાર અને ઘર પર પડી રહી હતી. બાળામાં મારમારી થઇ હતી.

બાદમાં DSPએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર DSP જ્યારે તેમણે સમજાવવા ગયા તો સંદીપ વિજે મારામારી કરી હતી. અને સંદીપ વીજના જણાવ્યા અનુસાર તેઓ અમદાવાદ રહે છે પરંતુ ઘરના રીનોવેશનના કામના લીધે DSP વેદાંત શર્માને મુશ્કેલી હોવાથી તેઓ અમદાવાદથી તેમની માંફી માંગવા ગયા હતા. અને ડીએસપીએ મારામારી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular