ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી થઈ ગઇ છે અને જેનો ભોગ બની રહ્યા છે નગરજનો…
આવી જ એક ઘટના જૂનાગઢમાં જોવા મળી હતી જ્યાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા પેચવર્કના નબળા સમારકામને કારણે રસ્તા વચ્ચે ખાડો પડી ગયો હતો જેમાં વરસાદી પાણી ભરાતા એક બાઈકસવાર અચાનક ખાબકયો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે, બાઈકસવારને ગંભીર ઈજા થઈ છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
View this post on Instagram
આ ઘટના આપણને જણાવે છે કે તંત્રના ભરોસે ના રહેવું. ચોમાસા દરમિયાન ગમે ત્યારે તંત્રની નબળી કામગીરીની પોલ છતી થઈ શકે છે અને આપણો ભોગ લઇ શકે છે.


