જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે કુલ 132 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા. ફોર્મ ચકાસણી બાદ સોમવારે 76 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જેમાંથી ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીફોર્મ પરત ખેંચી લીધા હતા. જેમાં પીઠડ સીટ ઉપરથી બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અહીં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતાં. જ્યારે તાલુકા પંચાયતમાં મોરકંડા, મોટી ભલસાણ, મોટા વાગુદડ, કેશિયા અને વાંસજાળિયા સહિતની પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.
જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગઇકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે 132 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી 76 ફોર્મ માન્ય રહ્યાં હતાં. ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતની ખરેડી બેકઠમાં 01 તથા પીઠડ બેઠકમાં 02 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતાં. પીઠડ બેઠકમાં કુલ ત્રણ ઉમેદવારો માન્ય રહ્યાં હતાં. જેમાંથી કોંગ્રેસ અને ‘આપ’ના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપાના ઉમેદવાર મયૂરીબેન મૌલિકભાઇ ગોધાણી બિનહરીફ જાહેર થયાં હતાં.
જ્યારે બાકીની 23 સીટો ઉપર ચૂંટણીનું મતદાન યોજાશે. આ 23 સીટોમાં 72 ઉમેદવારો મેદાને રહ્યાં છે. જેમાં અલિયા બેઠક માટે 03, ધુતારપર બેઠક માટે 03, ખીમરાણા બેઠક માટે 03, મોરકંડા બેઠક માટે 03, આમરા બેઠક માટે 03, બેડ બેઠક માટે 03, ચેલા બેઠક માટે 03, ધુંવાવ બેઠક માટે 02, ખંઢેરા બેઠક માટે 03, ખરેડી બેઠક માટે 03, નવાગામ બેઠક માટે 03, નિકાવા બેઠક માટે 03, જોડિયા બેઠક માટે 03, ખારવા બેઠક માટે 03, લતીપુર બેઠક માટે 03, ભણગોર બેઠક માટે 04, લાલપુર બેઠક માટે 04, પીપરટોડા બેઠક માટે 03, સિંગચ બેઠક માટે 03, ગીંગણી બેઠક માટે 03, મોટી ગોપ બેઠક માટે 03, સત્તાપર બેઠક માટે 03, શેઠવડાળા બેઠક માટે 05 ઉમેદવારો ચૂંટણી મેદાને રહ્યાં છે.
જામનગર તાલુકા પંચાયતમાં જામવંથલી, નવા નાગના, મેઘપર, તારાણા, નથુવડલા, મોડપર, નાની રાફુદડ, કાનાલુસ, બેરાજા, ધ્રાફા, ઇશ્ર્વરિયા બેઠકો ઉપર એક-એક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું. જ્યારે મોરકંડા બેઠક ઉપર એકજ ઉમેદવાર માન્ય રહ્યાં હોય આ ભાજપાના ઉમેદવારને બિનહરીફ જાહેર કરાયા હતાં. મોટી ભલસાણ બેઠક ઉપર બે ઉમેદવારો માન્ય રહ્યાં હતાં. જેમાંથી ‘આપ’ના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતાં. મોટા વાગુદડની બેઠક ઉપર એકજ ઉમેદવાર માન્ય રહ્યાં હોય ભાજપના આ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા. આ જ રીતે વાંસજાળિયા બેઠકમાં પણ એકજ ઉમેદવાર માન્ય રહ્યાં હોય જે ભાજપાના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતાં. તાલુકા પંચાયતમાં કુલ 344 ઉમેદવારો માન્ય રહ્યાં હતાં. જેમાંથી 13 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતાં.
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં અલિયા બેઠક માટે 04, ફલ્લા બેઠક માટે 03, જામવંથલી બેઠક માટે 02, ખીમરાણા બેઠક માટે 03, મોટી બાણુંગાર બેઠક માટે 02, સચાણા બેઠક માટે 02, હર્ષદપુર બેઠક માટે 03, વીરપર બેઠક માટે 03, ઠેબા બેઠક માટે 03, બેરાજા બેઠક માટે 03, ધુતારપર બેઠક માટે 03, આમરા બેઠક માટે 03, જીવાપર બેઠક માટે 03, નાઘેડી બેઠક માટે 03, બેડ બેઠક માટે 04, દિગ્વિજય ગ્રામ બેઠક માટે 03, મોટી ખાવડી બેઠક માટે 04, ચેલા બેઠક માટે 03, દડિયા બેઠક માટે 03, દરેડ બેઠક માટે 03, લાખાબાવળ બેઠક માટે 03, ધુવાવ બેઠક માટે 02, ઢીચડા બેઠક માટે 02, નવા નાગના બેઠક માટે 04, બાલાચડી બેઠક માટે 03, ભાદરા બેઠક માટે 03, હડિયાણા બેઠક માટે 02, જોડિયા-1 બેઠક માટે 03, જોડિયા-2 બેઠક માટે 03, જોડિયા-3 બેઠક માટે 03, કુનડ બેઠક માટે 03, વાવડી બેઠક માટે 03, બાલંભા બેઠક માટે 02, દુધઇ બેઠક માટે 02, માધાપર બેઠક માટે 03, મેઘપર બેઠક માટે 02, પીઠડ બેઠક માટે 03, રસનાળ બેઠક માટે 04, તારાણા બેઠક માટે 02, દેડકદડ બેઠક માટે 03, હમાપર બેઠક માટે 03, જાલિયાદેવાણી બેઠક માટે 03, ખાખરા બેઠક માટે 03, ખારવા બેઠક માટે 03, ખેંગારકા બેઠક માટે 03, લૈયારા બેઠક માટે 04, વાંકિયા બેઠક માટે 03, ભેંસદડ બેઠક માટે 03, હાડાટોડા બેઠક માટે 03, જાયવા બેઠક માટે 03, લતીપર-1 બેઠક માટે 03, લતીપર-2 બેઠક માટે 03, લતીપુર-3 બેઠક માટે 03, નથુવડલા બેઠક માટે 03, નાંદુરી બેઠક માટે 05, ભણગોર બેઠક માટે 03, ગોવાણા બેઠક માટે 03, મોડપર બેઠક માટે 03, લાલપુર-1 બેઠક માટે 03, લાલપુર-2 બેઠક માટે 03, લાલપુર-3 બેઠક માટે 03, રાફુદડ (નાની) બેઠક માટે 03, હરિપર બેઠક માટે 03, મોટા ખડબા બેઠક માટે 03, ખડબા (નાના) બેઠક માટે 03, પીપરટોડા બેઠક માટે 04, રીંઝપર બેઠક માટે 03, આરબલુસ બેઠક માટે 03, સિંગચ બેઠક માટે 03, પડાણા બેઠક માટે 04, ઝાખર બેઠક માટે 05, કાનાલુસ બેઠક માટે 03, બેરાજા બેઠક માટે 04, ખંઢેરા બેઠક માટે 03, મોટી માટલી માટે 03, નાની વાવડી બેઠક માટે 03, પીઠડિયા બેઠક માટે 03, કાલમેઘડા બેઠક માટે 04, ખરેડી બેઠક માટે 03, મુળીલા બેઠક માટે 03, નાના વડાલા બેઠક માટે 04, પીપર બેઠક માટે 03, છતર બેઠક માટે 03, ધુનધોરાજી બેઠક માટે 03, મકરાણી સણોસરા બેઠક માટે 03, નવાગામ બેઠક માટે 03, આણંદપર બેઠક માટે 03, જશાપર બેઠક માટે 03, મોટા વડાળા બેઠક માટે 03 અને નિકાવા બેઠક માટે 03, બાલવા બેઠક માટે 03, ગીંગણી બેઠક માટે 03, પાટણ બેઠક માટે 03, સિદસર બેઠક માટે 02, ધ્રાફા બેઠક માટે 03, ઈશ્વરીયા બેઠક માટે 02, મોટા વડિયા બેઠક માટે 03, મોટી ગોપ બેઠક માટે 04, વનાણા બેઠક માટે 04, જામવાડી બેઠક માટે 03, સતાપર બેઠક માટે 03, તરસાઇ બેઠક માટે 02, બુટાવદર બેઠક માટે 04, માંડાસણ બેઠક માટે 03, સડોદર બેઠક માટે 04, સમાણા બેઠક માટે 03, શેઠવડાળા બેઠક માટે 03 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને રહ્યાં છે.
સિક્કા નગરપાલિકામાં એકપણ ફોર્મ પરત ન ખેંચાયું
સિકકા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે કુલ 91 ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. જે પૈકી 80 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જેમાંથી એકપણ ફોર્મ પરત ન ખેંચાતા તમામ 80 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને ઝંપલાવશે.


