ખંભાળિયા નજીક આવેલી એસ્સાર કંપનીમાં કોલસા સપ્લાય કરતી કન્વર્ટર બેલ્ટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. કોલસામાં આગ લાગતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જાહેર માર્ગ પરથી આગના ગોટેગોળા નજરે ચડતા લોકોમાં ચકચાર મચી હતી, જ્યારે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
આગને કાબૂમાં લેવા માટે 8 ફાયર ફાઇટરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવ્યો. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જો કે કંપનીમાં બેદરકારીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું મનાય છે. સદભાગ્યે કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
View this post on Instagram


