ગૌતમબુદ્ધ નગર જિલ્લાના સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત એક સ્કૂલમાં 4 વર્ષની મસૂમ સાથે ડિજિટલ રેપનો મામલો સામે આવ્યો છે. બાળકીની માતાની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્કૂલના વોશરૂમમાં ડિજિટલ રેપ થયો હોવાની વાત સામે આવી છે. માસૂમના શરીર પર તીવ્ર ખંજવાળ આવતા બાદ માતાએ પાવડર લગાવતી વખતે ઘા જોયો હતો. માતાના પૂછવા પર માસૂમે જણાવ્યું કે, સ્કૂલમાં તેની સાથે કુકર્મ કરવામાં આવ્યું હતું.
પોલીસે માતાની ફરિયાદ બાદ પીડિતાનું મેડિકલ કરાવ્યા બાદ કેસ દાખલ કર્યો છે. પોલીસે સ્કૂલના સીસીટીવીની તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે જ પોલીસે કહ્યું કે, તપાસ પૂરી કરી આ મામલે ધરપકડ કરવામાં આવશે. ડિજિટલ રેપ એ તેવો ડિજીટલ અથવા વર્ચ્યુઅલી લાગે તેવો સેક્સ્યુઅલ અપરાધ નથી. પરંતુ તે એવો ગુનો છે જેમાં રિપ્રોડક્ટિવ ઓર્ગેનના બદલે આંગળીઓ કે હાથ-પગના અંગૂઠા વડે કોઈની સંમતિ વિના બળજબરીપૂર્વક પેનેટ્રેશન કરવામાં આવ્યું હોય. અહીં ડિજીટ શબ્દનો અર્થ અંગ્રેજીની ફિંગર, થંબ અથવા પગનો અંગૂઠો થાય છે. આ જ કારણ છે કે તેને ’ડિજિટલ રેપ’ કહેવામાં આવે છે. ડિસેમ્બર 2012 પહેલા દેશમાં ડિજિટલ રેપને છેડતી માનવામાં આવતું હતું. પરંતુ નિર્ભયા કેસ બાદ દેશની સંસદમાં નવા રેપ લો ને રજૂ કરવામાં આવ્યો અને જાતિય અપરાધ માની સેક્શન 375 અને પોક્સો એક્ટની શ્રેણીમાં રાખવામાં આવ્યું. પોલીસે મેડિકલ કરાવ્યા બાદ નોંધી એફઆઇઆર