પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકોનો મહાજામ લાગ્યો છે. કેટલાંય કિલોમીટરનો આ જામ પહોંચ્યો મધ્યપ્રદેશ સુધી સીેએમ યોગીએ તાત્કાલિક બેઠક બોલાવીને અધિકારીઓને વિશેષ ફરજ પર મોકલ્યા.

મહાકુંભનું પાંચમુ માઘ પુર્ણીમા સ્નાન આવતીકાલે છે. ત્યારે માનવ સૈલાબ ઉમટી પડયો છે. છેલ્લાં ત્રણ દિવસથી લોકો સતત ટ્રાફિક જામમાં ફસાયા છે. દરરોજ સરેરાશ 1.44 કરોડ લોકો સ્નાન કરે છે ત્યારે માધપૂર્ણિમા પર આ સંખ્યા વધવાની શકયતા છે જે રીતે લોકો પ્રયાગ તરફ આવી રહ્યા છે. છેક મધ્યપ્રદેશના રોડ સુધી ટ્રાફિક જામ પહોંચ્યો છે.
આ તકે મધ્યપ્રદેશના સીએમ ડો. મોહન યાદવ કહે છે કે રસ્તામાં ફસાયેલા લોકો માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભોજન, પાણી, ચાય નાસ્તો, સુવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે સીએમ એ લોકોને સંયમ અને ધીરજ રાખવાની અપીલ કરી છે. અને યુપી સરકાર સાથે સંકલન સાધીને પરિસ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસો સતત ચાલુ છે.
આ ઉપરાંત અયોધ્યા – કાશીમાં 11 થી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. સીએમ યોગીએ શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય માટે અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભની વિશેષ ફરજ માટે મોકલ્યા છે. ટ્રાફિક જામને લઇને શહેરમાં ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવાયો છે. અને અનેક રૂટ બદલવામાં આવ્યા છે. મૌની અમાસ પર થયેલી ભાગદોડ બાદ તંત્ર સજાગ બન્યું છે. ભીડને કાબુમાં લેવા રણનીતિ બનાવાઈ રહી છે. શું તમે આગામી દિવસોમાં જવાનું આયોજન કરી રહ્યા છો ? તો છેલ્લાં 72 કલાકમાં પરિસ્થિતિ એવી બને છે કે, પ્રયાગરાજ પહોંચવાની શઠપતાઓ નહીંવત છે. ત્યારે લોકોએ થોડી ધીરજ રાખીને વ્યવસ્થામાં સહકાર આપવો જરૂરી છે.