Saturday, February 15, 2025
Homeરાજ્યજામનગરભાણવડના ધરતીપુત્ર સાથે સાડા સાત લાખની છેતરપિંડી

ભાણવડના ધરતીપુત્ર સાથે સાડા સાત લાખની છેતરપિંડી

પરપ્રાંતિય શખ્સે ટેન્કમાંથી પૈસા ઉપાડી લીધા : સહી કરેલા કેન્સલ ચેકનો ગેરઉપયોગ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે જાહેર કરવામાં આવેલી વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા દેશુરભાઈ રામશીભાઈ આંબલીયા નામના 48 વર્ષના યુવાનના પિતા રામશીભાઈ વકાભાઈ આંબલીયાના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ખંભાળિયા શાખામાં આવેલા ચોક્કસ નંબરના ખાતાનો સહી કરીને કેન્સલ કરેલો એક ચેક તેમણે કોઈ જગ્યાએ બેક ખાતાની વિગત આપવા માટે આપ્યો હતો.

આ ચેકને જગતે પથરે દમાલ નામના કોઈ શખ્સ દ્વારા સંભવિત રીતે અન્ય શખ્સોની મદદગારીથી મેળવી લઈને પોતાના બેંક ઓફ બરોડાના ખાતામાં વટાવી, અને આ ચેક દ્વારા રૂપિયા 7,52,300 ની રકમ રામશીભાઈ આંબલીયાના ખાતામાંથી ઉપાડી લીધી હતી.

- Advertisement -

આ રીતે આરોપી જગતે પથરે તેમજ અન્ય શખ્સો દ્વારા છેતરપિંડી કરવા સબબની ફરિયાદ દેશુરભાઈ રામશીભાઈ આંબલિયા દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 420 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular