Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરવાલ્મિકી સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે લાલબંગલા ખાતે ધરણા

વાલ્મિકી સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે લાલબંગલા ખાતે ધરણા

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પણ ઘટનાની યોગ્ય તપાસની માંગણી : ધરણામાં જીગ્નેશ મેવાણી જોડાઇ તેવી શકયતા

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલની કોવિડ હોસ્પિટલના પટાંગણમાં બુધવારે સફાઇકર્મીઓ વચ્ચે થયેલ બબાલ બાદ પોલીસ દોડી આવતાં લોકોને સમજાવવા ગયેલા પોલીસ કર્મચારીઓ ઉપર ટોળાએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ ઘટના દરમિયાન દર્દીઓ અને તેના સગા-વ્હાલાઓ ઉપર બ્લોકના છુટા ઘા પણ થયા હતાં. તેમજ સરકારી મિલકતોને નુકસાની પહોંચી હતી. જેને ધ્યાને લઇ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યા સહિતની ફરિયાદો નોંધી હતી. આ ઘટના અંગે સમસ્ત દલિત સમાજ તેમજ વાલ્મિકી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને કોવિડ હોસ્પિટલમાં થયેલ આ ઘટના અંગે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આજરોજ લાલબંગલા સર્કલ ખાતે વાલ્મિકી સમાજ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાલ્મિકી સમાજના હોદ્ેદારો તેમજ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી આ ઘટનાની યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તેમજ વાલ્મિકી સમાજમાં અટક કરાયેલા લોકોને છોડી મૂકવાની માંગ સાથે ગઇકાલે વિવિધ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યા હતાં.

આ ઘટનાને લઇ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ એક વિડીયો મારફત ઘટનાને વખોડી યોગ્ય ન્યાયિક તપાસ કરવાની માંગણી કરી છે. તેમજ આ ધરણામાં પણ તેઓ જોડાઇ તેવી શકયતા જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular