જામનગર સહિત હાલાર પંથકમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ ભોળેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તો પદયાત્રા કરી જઇ રહ્યા છે. ગઇકાલે રાત્રીના સમયે મોટી સંખ્યામાં શિવભક્તો પદયાત્રા કરતાં જોવા મળ્યા હતાં.
લાલપુર તાલુકામાં આવેલ ભોળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. ખાસ કરીને રજાના દિવસોમાં આ સ્થળ લોકો માટે પિક્નિક પોઇન્ટ બની જાય છે. શનિ-રવિ દરમિયાન તેમજ શ્રાવણ માસના સોમવારે ભક્તો મોટી સંખ્યામાં ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ઉમટે છે. મંદિરે આરતી સહિતના આયોજનો યોજાઇ છે. તેમજ બહારના ભાગે ચકરડી, ફજેતફારકા, મોતનો કૂવો સહિતના મનોરંજનના સાધનો તેમજ ખાણી-પીણીના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત જામનગરથી લોકો પદયાત્રા કરીને પણ ભોળેશ્વર જતાં હોય છે. લોકોની આસ્થાનું પ્રતિક એવા ભોળેશ્વર મહાદેવ જવા માટે લોકો મોટી સંખ્યામાં પદયાત્રા થકી જઇ રહ્યાં છ. પદયાત્રાએ જતાં લોકો માટે માર્ગો પર સેવા કેમ્પો પણ યોજાતા હોય છે.