યાત્રાધામ દ્વારકામાં જાણીતા કથાકાર મોરારીબાપુનું આગમન થયું હતું. આ અવસરે મોરારીબાપુએ વિશ્વવિખ્યાત જગત મંદિર દ્વારકાધીશના ભાવપૂર્વક દર્શન કર્યા. દ્વારકાધીશના ચરણોમાં તેમણે પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
મોરારીબાપુના આગમનથી યાત્રાધામ દ્વારકામાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. દર્શન દરમિયાન મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો અને ભક્તોએ મોરારીબાપુના દર્શન કરીને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો.
View this post on Instagram


