Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયGST રિટર્ન-રિપોર્ટ માટે મુદત લંબાવવા માંગણી થઇ

GST રિટર્ન-રિપોર્ટ માટે મુદત લંબાવવા માંગણી થઇ

28 મી સુધીમાં GSTR-9, GSTR-9C ફાઇલ કરવા શકય નથી: બાર એસોસિએશન

- Advertisement -

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ માં 2019-20ના વર્ષ માટેના GSTR-9 વાર્ષિક રિટર્ન અને GSTR-9એ ઓડીટ રીપોર્ટ સુપરત કરવા માટેની મુદ્ત તા.30 જૂન, 2021 સુધી લંબાવવા માટે કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામન અને 061 કાઉન્સિલ ચેરમેન સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી છે. GSTR-9, GSTR-9C ફાઈલ કરવા માટેની મુદ્ત તા. 28 ફેબ્રુઆરી, 2021 નક્કી કરાઈ છે. કોવિડ-19ના કારણે સર્જાયેલી પરિસ્થિતિ, ઈન્કમટેક્સ ઓડીટ રીપોર્ટ સુપરત કરવાની તા. 31 જાન્યુઆરી, 2021 નક્કી કરાઈ હતી અને ઓડીટ રીપોર્ટ સુપરત કરાયા પછી જ GSTR-9 અને GSTR-9C એની સુપરત કરી શકાય, રેગ્યુલેશન્સ અંતર્ગત કટલોક કંપનીઓએ કંપનીઝ એક્ટ, 2013ની જોગવાઈને અનુસરીને તા. 15 ફેબ્રુઆરી, 2021 સુધીમાં પાલન કરવાનું હોવા સહિતના કારણોને ધ્યાનમાં લઈને વેપારીઓ- કરદાતાઓની સરળતા માટે GSTR-9, GSTR-9Cની મુધ્ત વધારી આપવા માટે માંગણી કરવામાં આવી છે. ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ માં 2019-20ના વર્ષ માટેના GSTR-9 વાર્ષિક રિટર્ન અને GSTR-9C ઓડીટ રીપોર્ટ સુપરત કરવા માટેની મુધ્ત તા.30 જૂન, 2021 સુધી લંબાવવામાં આવે તો વેપારીવર્ગ માટે આશિર્વાધરૂપ બનશે, તેવી લેખિત રજુઆત કરી છે. GST વિભાગની પોર્ટલ ઉપર 2019-20ના વર્ષ માટેના GSTR-9 વાર્ષિક GSTR-9C સુપરત કરવા માટેની યુટિલિટી તા. 31 ડિસેમ્બર, 2020 પછી જ ઉપલબ્ધ થઈ હતી. આમ, વેપારીઓ અને કરદાતાઓને GSTR-9 અને GSTR-9C એ તૈયાર કરવા માટે માંડ 45 ધ્વિસનો જ મર્યાધ્તિ સમય મળ્યો છે. કેટલાંક વેપારીઓને GST 2017ના વર્ષ અને ત્યારપછીના સમયગાળા માટે ફાઈલ કરેલા રિટર્ન અને વિગતોમાં તફાવતને કારણે નોટિસો આપવામાં આવી છે અને આ શો કોઝ નોટિસના જવાબ આપવામાં પણ વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટના સમય વેડફાયો છે. જાન્યુઆરી, 2021 માટેના GSTR-9, GSTR-9C અને GSTR-9C એ ફાઈલ કરવા માટે ખૂ જ ઓછો સમય બચતો હોવાથી 2019-20ના વર્ષ માટે GSTR-9 અને GSTR-9C એ ફાઈલિંગની મુધ્ત તા. 30 જૂન, 2021 સુધી લંબાવવાની માંગણી કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular