Wednesday, November 13, 2024
Homeરાજ્યભાણવડ ચકચારી ગ્રેન્ડ લેબિંગ ગુનામાં પોલીસ દ્વારા સ્પે.કોર્ટમાં 1378 પાનાનું ચાર્જશીટ રજૂ...

ભાણવડ ચકચારી ગ્રેન્ડ લેબિંગ ગુનામાં પોલીસ દ્વારા સ્પે.કોર્ટમાં 1378 પાનાનું ચાર્જશીટ રજૂ કરાયુ

આ પ્રકરણમાં મહિલા એડવોકેટની ધરપકડ બાદ જામીન પર છૂટકારો : એક આરોપીનો કબ્જો અન્ય જેલમાંથી લેવાયો : બે આરોપીઓની જામીન અરજી ફગાવતી અદાલત

- Advertisement -

ભાણવડના અતિ ચકચારી વારીયા બાલમંદિરની જગ્યા પ્રકરણમાં થયેલાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પોલીસે આરતી દિપકભાઈ પંડિત તેમની બહેન કૃપા ઠાકર, એડવોકેટ મીનાબેન નાણાવટી, ભોગાતના રામભાઈ ગઢવી, મોવાણ ગામના સાજણ ગઢવી અને દેગામના નિલેશ નામના શખ્સ વિરુધ્ધ 1378 પાનાની ચાર્જસીટ લેન્ડ ગ્રેબિંગ સ્પે. કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય સુત્રધાર આરતી પંડિત તથા તેમની બહેન કૃપા ઠાકર તેમજ આ કેસમાં કેટલીક ભૂમિકાઓ ભજવનાર એડવોકેટ મીનાબેન નાણાવટીની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. જે બાદ તેમનો જામીન પર છુટકારો થયો હતો. જયારે રામભાઈ ગઢવી અન્ય ગુનામાં જેલમાં હોય તેનો કબ્જો લેવામાં આવ્યો હતો. ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના સાજણ રામભાઈ ગઢવી તથા દેગામનો નિલેશ મેર પોલીસ પકડથી દૂર રહેતાં તેમને નાસતાં ફરતાં જાહેર ર્ક્યા છે.

- Advertisement -

જો કે આ બંન્ને આરોપીઓએ સ્પે. કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જે જામીન અરજી કોર્ટે રદ કરી છે.
ભાણવડના વારીયા બાલમંદિરની કરોડોની કિંમતી જગ્યા આશાદિપ એજયુકેશન ટ્રસ્ટને દસ વર્ષ માટે સહયોગ હેતુપુર્તિના કરારથી શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવવા માટે આપવામાં આવી હતી. પરંતુ કરાર પૂર્ણ થયા બાદ આગળ તેની મુદત ન વધારવા ટ્રસ્ટીઓએ આશાદિપ એજયુકેશન ટ્રસ્ટના આરતી પંડિતને જાણ કરી હતી પરંતુ ભાડા કરાર પૂર્ણ થયા પછી પણ કિંમતી મિલ્ક્ત પચાવી પાડવા અથવા તો ખાલી કરવા માટે તેમના એડવોકેટ અને મળતીયાઓ મારફત મોટી રકમની માગ કરી ટ્રસ્ટીઓને ધાક-ધમકીઓ આપવામાં આવતાં આ અંગે વારીયા બાલમંદિર ટ્રસ્ટના પ્રમુખ અને ભાણવડના રહીશ બળદેવભાઈ મસરીભાઈ વારોતરીયાએ આરતીબેન દિપકભાઈ પંડીત (રહે. મુળ ભાણવડ, હાલ રાજકોટ), તેમની બહેન કૃપા ઠાકર (રહે. મુળ ભાણવડ, હાલ રાજકોટ), સાજણ રામભાઈ ગઢવી (રહે. મોવાણ, તા.ખંભાળિયા), રામભાઈ ગઢવી (રહે. ભોગાત, તા. કલ્યાણપુર, હાલ ભાટીયા), તથા નિલેશ મેર (રહે. દેગામ) વિરુધ્ધ આઈપીસી કલમ 406, 420, 120(બી), 504, 506, તથા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી ડી.વાય.એસ.પી. હિરેન્દ્વ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પીએસઆઈ, સ્પે.લેન્ડ ગ્રેબિંગ સ્ક્વોડના એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ. હરદાસભાઈ ચાવડા તથા ખંભાળિયા પોલીસ મથકના મહિલા પીએસઆઈ એમ઼.જે. સાગઠીયા સહિતના સ્ટાફે હાથ ધરી, આરતી પંડિત, કૃપા ઠાકર, એડવોકેટ મીનાબેન નાણાવટીની ધરપકડ કરી હતી. જે બાદ તેમનો જામીન ઉપર છુટકારો થયો હતો. જયારે રામભાઈ ગઢવી જામનગર જિલ્લા જેલમાં અન્ય ગુનામાં હોવાથી તેમનો જેલમાંથી જ કબ્જો લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જયારે આ કેસમાં ફરાર સાજણ ગઢવી અને નિલેશે મેરએ સ્પે. કોર્ટમાં આગોતરા જામીનની અરજી મુકી હતી. જે કોર્ટે રદ કરતાં પોલીસે આ બન્નેને નાસતા ફરતાં જાહેર ર્ક્યા છે. આ તમામ આરોપીઓ વિરુધ્ધ 1378 પાનાની ચાર્જ સીટ તૈયાર કરી સ્પે. કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular