Friday, March 29, 2024
Homeમનોરંજનહરણનો શિકાર કેસ: સલમાને અદાલતને ગુમરાહ કરવા પ્રયત્ન કર્યો હતો ?!

હરણનો શિકાર કેસ: સલમાને અદાલતને ગુમરાહ કરવા પ્રયત્ન કર્યો હતો ?!

- Advertisement -

કાળિયાર હરણ શિકાર કેસમાં ફસાયેલા સલમાન ખાનના એક કેસની સુનાવણી મંગળવાર, નવ ફેબ્રુઆરીના રોજ જોધપુર સેશન કોર્ટમાં થઈ હતી. સલમાને કોર્ટમાં ખોટું એફિડેવિટ કર્યું હોવાનો આક્ષેપ છે. આ કેસની સુનાવણી દરમિયાન સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કોર્ટમાં કહ્યું હતું કે 8 ઓગસ્ટ, 2003ના રોજ ભૂલથી એફિડેવિટ આપી દીધું હતું. આથી સલમાનને માફ કરવામાં આવે. આ કેસમાં કોર્ટ 11 ફેબ્રુઆરીના રોજ પોતાનો ચુકાદો આપશે.
1998માં જોધપુરની પાસે કાંકાણી ગામની બોર્ડર પર 2 કાળિયાર હરણનો શિકાર કરવા બદલ સલમાનની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે કોર્ટે તેની પાસે હથિયારોનું લાઈસન્સ માગ્યું હતું. સલમાને 2003માં કોર્ટમાં એફિડેવિટ આપીને કહ્યું હતું કે લાઈસન્સ ખોવાઈ ગયું છે. આ અંગે તેણે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઋઈંછની કોપી પણ લગાવી હતી.

- Advertisement -

જોકે, કોર્ટને પછીથી જાણ થઈ હતી કે સલમાનનું આર્મ લાઈસન્સ ખોવાઈ નહોતું ગયું, પરંતુ રિન્યૂ માટે મોકલવામાં આવ્યું હતું. તે સમયે પબ્લિક પ્રોસિક્યૂટર ભવાની સિંહ ભાટીએ કોર્ટમાં માગણી કરી હતી કે સલમાન વિરુદ્ધ કોર્ટને ગુમરાહ કરવાનો કેસ કરવામાં આવે.

સુનાવણી દરમિયાન સલમાનના વકીલે દલીલ કરી હતી કે વધુ વ્યસ્ત હોવાને કારણે સલમાન એ વાત ભૂલી ગયો હતો કે તેણે લાઈસન્સ રિન્યૂ માટે આપ્યું છે. આથી જ તેણે કોર્ટમાં લાઈસન્સ ખોવાઈ ગયું હોવાની વાત કરી હતી.
સલમાનના વકીલે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જો કોઈ કેસમાં આરોપીને કોઈ ફાયદો ના થતો હોય અને તે ભૂલથી ખોટું એફિડેવિટ રજૂ કરે તો તેને છોડી મૂકવો જોઈએ.

- Advertisement -

જોધપુર પોલીસે સલમાન ખાન તથા અન્યની વિરુદ્ધ 2 ઓક્ટોબર, 1998ના રોજ કાળિયાર-હરણ શિકાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. સલમાન વિરુદ્ધ બિશ્નોઈ સમુદાયે કેસ કર્યો હતો. ત્યાર બાદ સલમાનની કાળિયાર શિકાર તથા આર્મ્સ એક્ટ હેઠળ 12 ઓક્ટોબર, 1998ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પાંચ દિવસ બાદ એક્ટરને જામીન મળ્યા હતા.

ભવાદમાં હરણ શિકારના એક કેસમાં 17 ફેબ્રુઆરી, 2006માં સલમાનને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ઘોડા ફાર્મહાઉસ વિસ્તારના શિકાર કેસમાં 10 એપ્રિલ, 2006ના રોજ કોર્ટે સલમાનને દોષિત માનીને પાંચ વર્ષની સજા તથા 25 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને કેસમાં સલમાનને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular