Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરમોહર્રમની વાએઝના કાર્યક્રમ માટે ‘તિરંગા’ની થીમનો શણગાર

મોહર્રમની વાએઝના કાર્યક્રમ માટે ‘તિરંગા’ની થીમનો શણગાર

- Advertisement -

કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાની જાન ન્યોઝાવર કરનાર ’હઝરત ઇમામ હુસૈન’ની યાદમાં દર વર્ષે ઇસ્લામીક કેલેન્ડરના પ્રથમ માસ મહોરમમાં સમગ્ર વિશ્વ ના મુસ્લિમો દ્વારા કરબલાના શહીદોની યાદમાં મહોરમ પર્વ નિમિતે તકરીર-ન્યાઝ તેમજ તાજીયા કાઢી માતમ મનાવવામાં આવતું હોય છે.

- Advertisement -

જામનગર શહેર ઉપરાંત જીલ્લામાં ઠેર-ઠેર તકરીર, આમ ન્યાઝ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી માતમ ના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. જેમાં જામનગરમાં કિશાન ચોક રોડ ઉપર સુમરાચાલી વિસ્તારમાં ’હુશેની યંગ કમિટી’ દ્વારા ’યાદે કરબલા’ વાઇઝમાં જામનગર શહેરના મશ્કરો માઅરૂફ આલીમ ફૈઝુલ હસન સાહેબ તકરીર ફરમાવી રહ્યા છે અને આ તકરીર સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દરરોજ આવે છે. ત્યારે, ગઈકાલે સોમવારે રાત્રી ના રોજ હુશેની યંગ કમિટી દ્વારા રાષ્ટ્રીય ધ્વજના થીમ ઉપર સ્ટેજનું ડેકોરેશન કરીને મુસ્લિમ સમાજના લોકોએ રાષ્ટ્ર પ્રેમ દર્શાવ્યો હતો. આ રાષ્ટ્રીય ધ્વજ ની આ થીમ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. આ વાયેઝનો કાર્યક્રમનું સમગ્ર આયોજન ’હુસૈની યંગ કમિટી’ દ્વારા કરવામાં છે. ’હુસૈની યંગ કમિટી’ ના સંચાલક અબ્દુલલતીફ હારૂનભાઇ ખફી ની આગેવાની હેઠળ કમિટી ના 80થી વધુ યુવાનો દ્વારા કામગીરી કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular