Friday, July 12, 2024
Homeરાજ્યદ્વારકાના જૂના જનસંઘી હરિભાઇ આધુનિકનું નિધન

દ્વારકાના જૂના જનસંઘી હરિભાઇ આધુનિકનું નિધન

- Advertisement -

દ્વારકાના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર હરિભાઈ કલ્યાણજીભાઈ ભૂંડીયાનું આજરોજ 88 વર્ષની જૈફ વયે નિધન થયું છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા આરએસએસના સેવાભાવી કાર્યકર અને હિન્દુવાદી એવા દ્વારકા ભાજપના વર્ષો જૂના પીઢ કાર્યકર તથા જનસંઘ સમયે તેઓ જેલમાં ગયા હતા. ગુજરાતમાં લોકસભા હોય, વિધાનસભા કે નગરપાલિકા અથવા તાલુકા પંચાયતની ચુંટણી સમયે હરિભાઈ આધુનિક હાથમાં થેલો લઈને દુકાને-દુકાને ઘરે-ઘરે પહોંચીને દ્વારકાધીશનો પ્રસાદ આપીને ભાજપને મત આપવા માટે અપીલ કરતા હતા.
હરિભાઈ આઘુનિક ભાજપના મહત્ત્વના કાર્યકર તરીકે રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દ્વારકા આવે ત્યારે હરિભાઈ આધુનિકને અવશ્ય મળે. તેમની સભામાં હરિભાઈનો ઉલ્લેખ કરે. હરિભાઈ આઘુનિક દ્વારકા દેવસ્થાન સમિતિમાં છેલ્લા આશરે વીસેક વર્ષથી સદસ્ય તરીકે સેવા આપતા હતા.

- Advertisement -

 

 

- Advertisement -

 

 

- Advertisement -

રાજ્ય સભા સાંસદ પરિમલભાઈ નથવાણીની શ્રદ્ધાંજલિ

રાજ્ય સભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ દ્વારકાના વયોવૃદ્ધ કૃષ્ણ ભક્ત તથા દ્વારકા દેવસ્થાન સમિતિના વરિષ્ઠ સભ્ય હરિભાઈ આધુનિકના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક શોક સંદેશામાં નથવાણીએ જણાવ્યું કે હરિભાઈ આધુનિક દ્વારકાના વિકાસ માટે થતા સંન્નિષ્ઠ પ્રયાસોમાં હંમેશા સક્રિય અને સહભાગી રહ્યા. તેઓ પોતાના સૌમ્ય અને મૃદુ સ્વભાવ તથા રચનાત્મક અભિગમને લીધે સર્વપ્રિય રહ્યા હતા. તેમના અવસાન બદલ હું મારી આદરાંજલિ અર્પિત કરું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શ્રીજી ચરણોમાં પરમ પદ પ્રાપ્ત થાય તથા તેમનાં સ્વજનોને સાંત્વના પ્રાપ્ત થાય. જય દ્વારકાધીશ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular