રાજસ્થાન રાજ્યના પાન જિલ્લાના મૂળ વતની અને હાલ ભાણવડ તાલુકાના પાસ્તર ગામે રહેતા સુરેન્દ્ર મુલારામ ભટી નામના 20 વર્ષના રાજપુત યુવાન ગત તારીખ 17 ના રોજ ભાણવડ નજીકના મોખાણા ગામે આવેલા એક કૂવામાં જોવા જતા તેનો પગ લપસી ગયો હતો. જેના કારણે કૂવામાં ખાબકતા તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ભાણવડ પોલીસમાં અકસ્માત મૃત્યુ અંગેનો બનાવ નોંધાયો છે.